For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ભારતમાં 26મીથી દેખાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, જાણો ક્યારે મળશે કડકડતી ઠંડીથી રાહત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 26મીથી 29મી ડિસેમ્બર સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં ફેરફાર થશે. જાણો લેટેસ્ટ અપડેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 26મીથી 29મી ડિસેમ્બર સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાંથી શીત લહેરની સ્થિતિમાં કમી આવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 29 ડિસેમ્બર સુધી પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં શીત લહેરની સ્થિતિમાં કમી આવવાની સંભાવના છે. ચક્રવાતી પવનોથી ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે.

યુપી, પંજાબ અને હરિયાણામાં વરસાદનુ અનુમાન

યુપી, પંજાબ અને હરિયાણામાં વરસાદનુ અનુમાન

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને 26 અને 27 ડિસેમ્બરે રાજસ્થાનમાં અલગ-અલગ વરસાદની ભવિષ્યવાણી કરી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, બિહાર અને ઝારખંડમાં પણ 27થી 29 ડિસેમ્બર સુધી અલગ-અલગ વરસાદ થવાની સંભાવના છે. 26 ડિસેમ્બરને જમ્મુ સંભાગ, નીચા હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણાના ઉત્તર ભાગોમાં અને 26 અને 27 ડિસેમ્બરે ઉત્તરાખંડ અને ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ ઓલાવૃષ્ટિની સંભાવના છે.

લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસના વધારાની આશા

લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસના વધારાની આશા

આગલા બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના હિસ્સાાં લઘુત્તમ તાપમાનમામં 2થી 4 ડિગ્રી સેલ્સિયસના વધારાની આશા છે અને ત્યારબાદ કોઈ મહત્વપૂર્ણ ફેરફાર નહિ થાય. 24 અને 25 ડિસેમ્બરે પંજાબ, હરિયાણા અને પૂર્વોત્તર ભારતના અલગ-અલગ ભાગોમાં સવારના સમયે ગાઢ ધૂમ્મસ જોઈ શકાય છે. ઉત્તર પશ્ચિમી રાજસ્થાનમાં 25 અને 26 ડિસેમ્બરે ધૂમ્મસ જોઈ શકાય છે.

શીત લહેરથી મળશે મુક્તિ

શીત લહેરથી મળશે મુક્તિ

આગલા સાત દરમિયાન ઓરિસ્સાને છોડીને દેશમાં કોઈ શીત લહેરની સ્થિતિ હોવાની સંભાવના નથી. ઓરિસ્સામાં આવતા 24 કલાક દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં શીત લહેરો આવી શકે છે. આ દરમિયાન હવામાન વિભાગે ગુરુવારે હરિયાણાના સહારનપુર, ઉત્તર પ્રદેશના દેવબંધમાં યમુનાનગર અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની ભવિષ્યવાણી કરી. 27 ડિસેમ્બરે કાશ્મીર વિસ્તાર અને હિમાચલ પ્રદેશમાં ભારે ઘટાડાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં અમુક સ્થળોએ હિમવર્ષાની ભવિષ્યવાણી

હિમાચલ પ્રદેશમાં અમુક સ્થળોએ હિમવર્ષાની ભવિષ્યવાણી

હવામાન વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર પહાડથી લઈને મેદાન સુધી ઠંડી હવાઓનો દોર ચાલુ રહેવાની સંભાવના છે. પંજાબમાં રવિવારે આ સિઝનમાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછુ રહ્યુ. ત્યારબાદ રોજ તડકો નીકળવા છતાં શીત લહેરના કારણે ઠંડીમાં રાહત મળી નહિ. હવે હવામાન વિભાગે સપ્તાહના અંત સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં ગુરુવારે હવામાનમાં ફેરફાર આવશે. ચાર જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હિમવર્ષા તેમજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

English summary
Western disruption and cyclonic circulation may influence northwest Indian temperatures
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X