પશ્ચિમી વિચારોના કારણે થાય છે ચીરહરણઃ મુરલી મનોહર જોશી

'ડેંટેડ એન્ડ પેનટેડ-બિયોન્ડ ફ્લેશ' પુસ્તકના લોકાર્પણ પર ભાજપના નેતાએ કહ્યું કે ભારતમાં બળાત્કાર પશ્ચિમી દૃષ્ટિકોણને કારણ ગણાવ્યું છે. પશ્ચિમી પરિવેશમાં જ મહિલાઓને માત્ર દેહની વસ્તુ જ સમજવામાં આવે છે. આપણો પરિવેશ મહિલાઓને માનો દરરજો આપે છે. તેથી જ્યાં સુધી મગજ પર વેસ્ટર્ન કલ્ચર હાવી રહેશે ત્યાં સુધી આવા ગુન્હાઓ થતા રહેશે.
નોંધનીય છે કે જોશીનું આ નિવેદન સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદનથી ઘણું પ્રભાવિત દેખાય છે. તમને યાદ અપાવી દઇએ કે 16 ડિસેમ્બરની રાત્રે દિલ્હીમાં થયેલા સામુહિક બળાત્કાર બાદ રસ્તાઓ પર જનતાનો ગુસ્સો જોવા મળ્યો હતો. લોકો આરોપીએને ફાંસીની સજા આપવામા આવે તેવી વાત કરતા હતા, જે અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ભારતમાં નહીં પણ ઇન્ડિયામાં બળાત્કાર થાય છે.
મોહન ભાગવતે કહ્યું હતું કે બળાત્કાર જેવી ઘટનાઓ ગામોની તુલનામાં શહેરી વિસ્તારોમાં વધારે થાય છે. પોતાની વાત પર તર્ક બતાવતા મોહન ભાગવતે કહ્યું કે, શહેરમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો પશ્ચિમી સભ્યતા છે.












Click it and Unblock the Notifications
