શું કરીએ એ સાંસદ-વિધાયકોનું જે પોતે બળાત્કારી છે?
નવી દિલ્હી, 29 ડિસેમ્બર: દિલ્હી ગેંગરેપની પીડિતાના નિધન બાદ સૌથી મોટો સવાલ એ છે કે હવે સરકાર શું કરશે? શું દોષિયોને ફાંસી આપવામાં આવશે? કે પછી તિહાડ જેલમાં બેસાડીને તેમને ચિકન બિરીયાની ખવડાવવામાં આવશે? જોકે પ્રધાનમંત્રીના નિવેદન પરથી તો એવું લાગી રહ્યું છે કે સરકાર આ અંગે ટૂંક સમયમાં પગલા ભરશે. એક્શન તો થશે, એ સૌને ખબર છે, પરંતુ શું સરકાર અસલી ન્યાય કરી શકશે. એ સરકાર જેના નેતાઓ પણ બળાત્કારી છે.

અત્રે અમે ઉત્તર પ્રદેશના કેટલાક વિધાયકોના નામ આપી રહ્યા છીએ, જેમની પર બળાત્કારના આરોપ લાગેલા છે. યુપીમાં સમાજવાદી પાર્ટીના શ્રી ભગવાન શર્મા, દેબઇ બૂલંદશહરથી અનૂપ સાંદા, સુલ્તાનપૂરથી મનોજ કુમાર પારસ, નગીના બિજનૌરથી વિધાયક છે. જ્યારે બસપાના અલીમ ખાન બૂલંદશહેરથી, ભાજપાના જેઠાભાઇ આહિર ગુજરાતથી, ટીડીપીના કંડીકુંટા વેંકટા, કદીરી અનંતપૂર, આંદ્રપ્રદેશથી વિધાયક બનીને જનતાની સેવા કરી રહ્યા છે.
શું કોઇ પાર્ટી સંકલ્પ લેશે?
આવા લોકોને સાંસદ-વિધાયક બનાવવાની શરૂઆત રાજકિય પાર્ટીથી થાય છે. હવે સવાલ એ છે કે શું આજે કોઇ પાર્ટી એ સંકલ્પ કરશે કે તે ભવિષ્યમાં કોઇ પણ બળાત્કારીને ટીકિટ નહી આપે. શું આજે કોઇ પાર્ટી એ સંકલ્પ કરશે કે ભવિષ્યમાં જો કોઇ સાંસદ-વિધાયક અથવા પાર્ટી નેતા બળાત્કારના કેસમાં સપડાશે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
