યુપીમાં પંચાયત ચૂંટણી છોડી કર્ણાટકમાં શું કરી રહ્યા છે અખિલેશ-માયાવતી?, જાણો શું છે પુરો ખેલ?

કર્ણાટક વિધાનસભા સાથે સાથે ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા ચૂંટણી પણ યોજાઈ રહી છે. અહીં બીજેપી પોતાનો વોટ શેર ટકાવી રાખવા મેદાને પડી છે ત્યારે બીજી તરફ ત્યાંની મોટી બે પાર્ટી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના વડાઓ કર્ણાટક પહોંચ્યા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે પોતાનું મેદાન છોડીને આ બન્ને નેતા ત્યાં શું કરી રહ્યા છે?

ઉત્તર પ્રદેશમાં સ્થાનિક ચૂંટણી પહેલા જ ઈલેક્શન કમિશને રાષ્ટ્રીય લોકદળને મોટો ઝટકો આપતા આરએલડીની પ્રાદેશિક પાર્ટીની સદસ્યતા રદ કરી દીધી હતી. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ યુપીના બે મુખ્ય પ્રાદેશિક પક્ષો સપા-બસપા સતર્ક થઈ ગયા છે.

akhilesh yadav and mayawati

આ જ કારણ છે કે હવે આ બંને પક્ષો અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેથી તેઓ અન્ય રાજ્યોમાં થોડી વોટ ટકાવારી મેળવીને યુપીમાં ખરાબ પ્રદર્શનની ભરપાઈ કરી શકે.

માત્ર યુપી જ નહીં બહુજન સમાજ પાર્ટી તેલંગાણા અને કર્ણાટકમાં યોજાનારી ચૂંટણીમાં હાથ અજમાવી રહી છે. માયાવતી કર્ણાટકમાં જાહેર રેલીને સંબોધિત કર્યા બાદ તેલંગાણામાં રેલીને સંબોધવા જઈ રહ્યા છે.

આરએલડીનો પ્રાદેશિક પાર્ટીનો દરજ્જો છિનવાયા બાદ યુપીના પ્રાદેશિક પક્ષોમાં ડર છે કે જો પાર્ટીની વોટ ટકાવારી ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત ધોરણો કરતા ઓછી રહેશે તો આરએલડીની જેમ તેમનો પણ પ્રાદેશિક પક્ષનો દરજ્જો છીનવાઈ શકે છે.

બહુજન સમાજ પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર, પાર્ટી અધ્યક્ષ ડિસેમ્બરમાં યોજાનારી તેલંગાણા વિધાનસભા ચૂંટણીની તૈયારી કરશે. નિવૃત્ત IPS અધિકારી આરએસ પ્રવીણ કુમારને તેલંગાણાની જવાબદારી સોંપાયા બાદ માયાવતીની આ પ્રથમ મુલાકાત છે.

BSP તેની કેડરને એકત્ર કરવા અને વિધાનસભા ચૂંટણી પહેલા દક્ષિણમાં પોતાનો આધાર વિસ્તારવાની યોજના બનાવી રહી છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં બસપાએ અહીં બે બેઠકો પણ જીતી હતી.

બીજી તરફ સપાએ કર્ણાટકમાં 17 સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકોમાં 50% થી વધુ વસ્તી અન્ય પછાત વર્ગો (OBC), 17% દલિત અને 12% થી વધુ મુસ્લિમ છે. આ પણ પાર્ટીના વોટ શેરને મજબૂત કરવાનો પ્રયાસ છે.

પાર્ટી પ્રવક્તા અને પૂર્વ મંત્રી રાજેન્દ્ર ચૌધરીએ આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, અમે કર્ણાટકમાં નિયમિત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડતા આવ્યા છીએ. ભૂતકાળમાં અમારા ઉમેદવારો જીત્યા છે. પાર્ટી રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડશે.

સમાજવાદી પાર્ટીની રણનીતિ આમ આદમી પાર્ટીની જેમ પ્રાદેશિક પક્ષમાંથી રાષ્ટ્રીય પક્ષ બનવાની છે. કેજરીવાલની પાર્ટીએ બે રાજ્યોમાં સરકાર બનાવી છે. અન્ય ઘણા રાજ્યોમાં તેની મતની ટકાવારી વધી રહી છે.

આમ આદમી પાર્ટીના આ પ્રદર્શનનું પરિણામ એ આવ્યું કે ચૂંટણી પંચે AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે. સપા પણ હવે પોતાને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવવા માંગે છે. એટલા માટે જ આ કવાયત શરૂ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X