ભાઇજાન, હું માછલી ખાઉં છું તો તેનો મતલબ ISI માટે આ થાય છે....

Posted By:
Subscribe to Oneindia News

પાછલા બે વર્ષોમાં દેશમાં પાકિસ્તાની ગુપ્તચર શાખા આઇએસએફના જાસૂસોની વધુ ધરપકડ થઇ રહી છે. આઇએસઆઇના એજન્ટ પણ ક્યારેક સેના તો ક્યારેક વાયુસેના અને બીએસએફમાં પણ જાસૂસી કરતા પકડાઇ ચૂક્યા છે. તે વાત તો બધા જ જાણે છે કે તમામ જાસૂસો કોડ લેગવેજમાં જ પોતાની વાતો કરતા હોય છે. હાલમાં જ રાજસ્થાનના જેસલમેરથી આઇબીએ એક જાસૂસને પકડ્યો છે. તેની ધરપકડ પછી આઇબીને અનેક નવા રોચક કોડ જાણવા મળ્યા છે.

isi

ડોક્ટરથી લઇને એક્સ રે

આઇએસઆઇના જાસૂસ સામાન્ય લાગતા કોર્ડ વર્ડ જેમ કે ઠંડી, ગરમી અને હવાનો પ્રયોગ પાછલા કેટલાક સમયથી કરે છે. પણ ભારતમાં પોતાની ગતિવિધિયોને સંચોલિત કરી રહેલા આઇએસઆઇ એ પાછલા કેટલાક વર્ષોમાં નવા કોડ પણ ઉમેર્યા છે. વર્ષ 2015માં આઇબી જ્યારે એક કેસની તપાસ કરી રહી હતી. ત્યારે આ તપાસમાં આઇબીને ખુબ જ અલગ અલગ કોડ જાણવા મળ્યા હતા. એક આઇબી ઓફિસર મુજબ જ્યારે ઓફિસર એક જાસૂસની વાતચીત ટેપ કરતા હતા ત્યારે તેમણે કહ્યું કે આઇએસઆઇ નો એક જાસૂસે વાતચીતમાં કહ્યું કે હું ડોક્ટર પાસે ગયો, હું તકલીફમાં છું, સર્જનને મળ્યો હું તકલીફમાં છું, એક્સરે થઇ રહ્યો છે. તેવી વાત કરતો હતો. વાત જાણીને લાગે કે તે કોઇ મોટી બિમારીની વાત કરતો હશે પણ જ્યારે તેને ડિકોડ કરવામાં આવી તો ખબર પડી કે ડોક્ટરનો અર્થ સેના, તકલીફનો અર્થ જાણકારી મોકલવામાં મુશ્કેલી, સર્જનનો અર્થ બીએસએફથી જોડાયેલી વાત અને એક્સ રે એટલે જાણકારી મોકલી રહ્યો છું એમ થાય છે.

હું માછલી ખાઉં છું.

આવી જ એક અન્ય વાતચીતમાં એક એજન્ટે કહ્યું કે ભાઇજાનને કહી દેજો કે હું માછલી ખાવ છું. આ વાતચીતને ડિકોડ કરતા જાણવા મળ્યું કે આઇએસઆઇ ઓફિસરને કહી દેજો કે હું વોરશીપની જાણકારી મોકલી ચૂક્યો છું. વધુ એક કોડ હાલમાં જ જેસલમેરથી પકડાયેલા એજન્ટ દ્વારા જાણવા મળી હતી. આ એજન્ટ પહેલા તો હવામાન અંગે વાત કરતો વારંવાર કહેતો અહીં વરસાદ પડે છે, ગરમી કે પછી ઠંડી છે. ડિકોડ પછી ખબર પડી કે વરસાદ એટલે એરફોર્સ, ઠંડી એટલે બીએસએફ અને હોટ એટલે સેના તેમ અર્થ થાય છે.

English summary
Using coded language in a spy operation is an age old trick. Codes such as hot, cold and air to describe the BSF, Army and Air Force are probably...
Please Wait while comments are loading...