For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષા ક્ષેત્રમાં 100 ટકા FDI બાદ દેશમાં જ બની શકશે સુખોઇ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 30 મેઃ મોદી સરકાર ડિફેન્સ સેક્ટરમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી આપી શકે છે, તેવા અહેવાલ છે. આ અહેવાલ મળ્યા બાદ અમે કેટલાક ડીફેન્સ એક્સપર્ટ્સ સાથે વાત કરી, તો અમને નરેન્દ્ર મોદીની એ વાત યાદ આવી ગઇ, જે તેઓ રેલીઓમાં કહેતા હતા, ‘આપણે વિમાન અને તમામ હથિયાર રશિયાથી ખરીદવા પડે છે, કેમ નહીં આપણે જાતે જ હથિયાર અને વિમાન બનાવીને બીજા દેશોને વેંચીએ.'

tejas
મોદીની આ વાત ત્યાં સુધી કેટલાક વિરોધીઓને મજાક લાગતી હતી, પરંતુ કેબિનેટ જે પોતાનું આગામી પગલું ભરવા જઇ રહી છે, તે ખરા અર્થમાં મોદીના આ સ્વપ્નને સાકાર કરવા માટે હશે. સરકાર આ પગલું ભરે છે તો ક્યાંકને ક્યાંક રક્ષા ક્ષેત્રમાં એક મોટો ફેરફાર થવાની આશા છે. દેશના રક્ષા ક્ષેત્રમાં સુધારા ઉપરાંત ભારત પાસે અનેક એડવાન્સ ટેક્નોલોજી આવી શકે છે, જે આગળ જતા સેનાઓને મોટા સ્તરે મજબૂતી આપશે.

ભારતીય સેનાના નિવૃત મેજર જનરલ ગગનદીપ બક્શી પાસેથી અમે પ્રતિક્રિયા લીધી તો તેમણે કહ્યું કે, આ એક મોટું પગલું હશે. મેજર જનરલ બક્શી અનુસાર જો 100 ટકા એફડીઆઇની મંજૂરી આપવામાં આવે તો પછી દેશમાં જ શાનદાર ફાઇટર જેટ્સ, વોરશિપ્સ, જેટ્સના એન્જીન અને આ પ્રકારના અનેક નવા આવિષ્કારો બનાવી શકાય છે.

સાથે જ તેઓ એમ પણ માનેછેકે આ થકી અમુક હદે અમેરિકા, રશિયા અને ચીન પર ઓછા નિર્ભર રહેવું પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશન(ડીઆઇપીપી) તરફથી કેન્દરમાં આવેલી નવી સરકારને જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, તે હેઠળ રક્ષા ક્ષેત્રમાં ત્રણ પ્રકારે એફડીઆઇની મંજૂરીની ભલામણ કરવામાં આવી છે.

આ ભલામણ હેઠળ 49 ટકા, 74 ટકા અને 100 ટકા એફડીઆઇનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. 49 ટકા એફડીઆઇ કોઇપણ પ્રકારની નો ટેક્નોલોજી ટ્રાન્સફર માટે, 74 ટકા એફડીઆઇ એ સ્થળો માટે જ્યાં ટેક્નોલોજી ટ્રાન્સફર થાય છે. હાલ રક્ષા ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ માટે માત્ર 26 ટકા એફડીઆઇને મંજૂરી છે. જોકે સરકાર પાસે એ આઝાદી છેકે તે કોઇ ખાસ મુદ્દા પર પોતાની ઇચ્છાથી વિદેશી રોકાણને મંજૂરી આપી શકે છે.

નિવૃત એરમાર્શલ બીકે પાંડેય તેને એક મોટો નિર્ણય માને છે. તેમણે જણાવ્યા અનુસાર, આ પગલું ખરેખર વખાણવાલાયક હશે અને છેલ્લા કેટલાક વર્ષોથી માંગ કરવામાં આવી રહી છેકે રક્ષા ક્ષેત્રમાં વધુમાં વધુ વિદેશી કંપનીઓને આવવાની છૂટ મળે. જો સરકાર એફડીઆઇને મંજૂરી આપે છે તો તે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેય માટે કારગર સાબિત થશે. એર માર્શલ પાંડેય અનુસાર ફાઇટર જેટ્સ જૂના થઇ ચૂક્યા છે. આપણે એ સ્થિતિમાં નથી કે નવા જેટ્સનું ઉત્પાદન જરૂરિયાત પ્રમાણે કરી શકીએ. તેથી આપણે હજુ પણ રશિયા અને અમેરિકા પર નિર્ભર છીએ. વિદેશી રોકાણ બાદ જે ટેક્નિક આપણે ઇઝરાયલ પાસેથી મેળવીએ છીએ, તેને આપણે અહી આપણા દેશમાં જ તૈયાર કરી શકીશું.

English summary
Government can give nod to 100 per cent FDI in defence sector. Defence experts feel with this move we can produce better technology in India only.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X