• search

2014ની ચૂંણટીમાં લાઇટ, કેમેરા, એક્શન

કિરણ ખેર, બપ્પી લહિરી, મિથુન ચક્રવર્તી, ગુલ પનાગ, મુનમુન સેન અને આવા અનેક નામો આ વખતે લોકસભા ચૂંટણી દરમિયાન જનતા પાસે મત માગતા જોવા મળશે અથવા તો પછી બની શકે છે કે અન્ય કોઇ ઉમેદવાર માટે પ્રચાર કરતા જોવા મળે. દર વખતની જેમ 16મી લોકસભા માટે મોટાભાગે જાણીતા ચહેરા દરેક પાર્ટીની પસંદ બની રહ્યાં છે.

છેલ્લા એક દશકમાં અથવા તો 10 વર્ષોમાં ખરાબ પ્રશાસનથી ત્રસ્ત જનતાના જખ્મો પર આ સેલિબ્રિટી કેટલો મલમ લગાવી શકશે તે સમય જ બતાવશે, પરંતુ એ વાત પણ ક્યાંકને ક્યાંક સાચી છે કે પોતાના ક્ષેત્રની જાણીતી હસ્તીઓ સાંસદ તરીકે લોકો વચ્ચે પોતાની ઓળખ જાળવી રાખવામાં સંઘર્ષ કરતા જોવા મળે છે.

gulpanag
હંમેશા રાજ્યસભાને સંસદના એવા સદન તરીકે માનવામાં આવે છે, જ્યાં હંમેશા ફિલ્મ, ખેલ, સાહિત્ય જેવા ક્ષેત્રોની જાણીતી હસ્તીઓને સ્થાન આપવામાં આવે છે. લોકસભા સંસદ એ સદન છે જ્યાં રાજકીય પાર્ટીના નેતા જનતા દ્વારા ચૂંટવામાં આવ્યા બાદ ત્યાં પહોંચે છે. જ્યાં કેટલીક હસ્તીઓ હંમેશા જોવા મળે છે, પરંતુ અમુક નામોને બાદ કરવામાં આવે તો કોઇ એવા નામ નથી કે જે પોતાની છાપ છોડી શક્યા હોય.

ફિલ્મોમાં હિટ તો સંસદમાં ફ્લોપ કલાકાર

વર્તમાનમાં દક્ષિણની ફિલ્મોના જાણીતા કલાકાર ચિરંજીવી રાજ્ય પર્યટન મંત્રી સેલિબ્રિટિઝના એક તબકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત અન્ય એક લોકપ્રિય કલાકાર વિજયકાંત પણ અહીની જનતાના પ્રતિનિધિ તરીકે હાજર છે. દક્ષિણમાં ફિલ્મી હસ્તીને સંસદમાં પહોંચાડવા એ કોઇ મોટી વાત નથી. આ પહેલા પણ એમજી રામચંદ્રન, એનટી રામારાવ અને જયલલિતા જેવાન સંસદમાં પોતાનો ડંકો વગાડી ચૂક્યા છે.

ઉત્રમાં આ ટ્રેન્ડની શરૂઆત ક્યાંથી થઇ તે કહેવુ થોડું મુશ્કેલ છે, પરંતુ જ્યારે 1984માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી મેગાસ્ટાર અમિતાભ બચ્ચે સંસદ પહોંચ્યા ત્યારથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એ અલગ વાત છે કે અલ્હાબાદથી અમિતાભે ચૂંટણી લડવાની શરૂઆત પોતાના મિત્ર અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના કહેવાથી કરી હતી. એક ફિલ્મ અભિનેતા તરીકે સફળ નિવડેલા અમિતાભ એક સાંસદ તરીકે નિષ્ફળ રહ્યાં હતા. વિનોદ ખન્ના, ગોવિંદા અને ધર્મેન્દ્ર કેટલાક એવા નામો છે, તે સંસદ સુધી પહોંચ્યા પરંતુ તેમણે ક્યારેય સંસદીય ક્ષેત્ર તરફ ધ્યાન આપ્યું નથી.

બૉલીવુડના હીમેન ધર્મેન્દ્રને ભાજપે વર્ષ 2004ની ચૂંટણીમાં રાજસ્થાનના બીકાનેરથી ટીકીટ આપી, લોકપ્રિયતાના જોરે તેઓ સંસદ પહોંચ્યા પરંતુ ચૂંટણી જીત્યા બાદ તેઓ ક્યારેય પોતાના સંસદીય ક્ષેત્રમાં ગયા નહીં. ત્યાંના લોકોએ તો તેમનું નામ ગુમશુદાના પોસ્ટર્સમાં લગાવી દીધા હતા.

સંસદમાં નથી રમી શકતા રાજકારણનો ખેલ

ફિલ્મો ઉપરાંત આજે રમત જગતના ખેલાડીઓ પર સંસદ અને રાજકારણમાં આવી ગયાછે. મોહમ્મદ અઝહરુદ્દિન, નવજોત સિંહ સિદ્ધુ અને કીર્તિ આઝાદનું નામ તેમાં સૌથી ઉપર છે. આ લોકસભાની ચૂંટણીમાં કદાચ ખેલાડીઓના નામની સંખ્યા વધી શકે છે. પાર્ટીઓ તરફથી મોહમ્મદ કૈફ, રાજ્યવર્ધન સિંહ રાઠોજ, બાઇચુંગ ભૂટિયા અને અન્ય ખેલ જગતની હસ્તીઓને ટીકીટ આપવામાં આવી રહી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પહેલાથી જ રાજ્યસભામાં છે. તમને જણાવી દઇએ કે માસ્ટર બ્લાસ્ટરની હાજરી માત્ર 3 ટકા જ છે.

આ પાર્ટી સમર્થક અને પૂર્વ હોકી સુકાની ધનરાજ પિલ્લઇ માને છે કે ખેલાડીઓએ કદાચ રાજકારણનો ભાગ બનવું જોઇએ કારણ કે જો તે રાજકારણમાં આવશે તો ખેલો માટે કંઇક કરી શકીશું. કેટલાક વિશેષજ્ઞો માને છે કે એખ સેલિબ્રિટી જનતાની જરૂરિયાતો અને તેમની માંગોને સંસદ સુધી પહોંચાડી શકશે તે કહેવું મુશ્કેલ છે. મોટા ભાગના તથ્યોથી અજાણ હોય છે. આ ઉપરાંત તેમને અનેક મુદ્દાઓ જેમકે આતંકવાદ, માઓવાદ અને એફડીઆઇ જેવા વિષયો અંગે ઓછી જાણકારી હોય છે. તેવામાં તેઓ આ પ્રકારની મુશ્કેલીઓ અંગે વાત કરશે તે કહેવું મુશ્કેલ છે.

લોકસભામાં સેલિબ્રિટી સાંસદ

નવજોત સિંહ સિદ્ધુએ લોકસભાની ત્રણ ચર્ચામાં ભાગ લીધો અને પાંચ વર્ષમાં 99 પ્રશ્નો સદનમાં પૂછ્યા. મોહમ્મદ અઝહરુદ્દિને ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સાંસદ છે અને તેમણે બે વાર સંસદની ચર્ચામાં ભાગ લીધો. પાંચ વર્ષમાં માત્ર બે જ પ્રશ્નો પૂછ્યા. શતાબ્દી રોય, વેસ્ટ બંગાળથી ફરી એકવાર ઉમેદવાર છે. તેમની ઉપસ્થિતિ 75 ટકા છે. તેમણે છ ચર્ચાઓમાં ભાગ લીધો પરંતુ એકપણ પ્રશ્ન પૂછ્યો નથી. તાપસ પોલ બંગાળના લોકપ્રીય અભિનેતા છે, જેમણે પાંચ વર્ષમાં એકપણ પ્રશ્ન પૂછ્યો નથી.

કોણ કેટલા ટકા હાજર રહ્યું

ચિરંજીવી- 70 ટકા

જયા બચ્ચન- 58 ટકા

જાવેદ અખ્તર- 48 ટકા

રેખા- 5 ટકા

સચિન તેંડુલકર- 3 ટકા

2014માં આ લોકો પર રહેશે નજર

જાદુગર પીસી સરકાર

ગુલ પનાગ

કિરણ ખેર

રવિ કિશન

મોહમ્મદ કૈફ

બાઇચુંગ ભૂટિયા

નગમા

English summary
Too many celebrities are again in this years lok sabha elections to woo the voters but what hat happens when celebrity becomes a MP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more