What is Gaganyaan mission : ફરી ઇતિહાસ રચશે ISRO, ત્રણ એસ્ટ્રોનોટ સાથે અવકાશમાં જશે Gaganyaan
What is Gaganyaan mission : ચંદ્રયાન 3નું લેન્ડર વિક્રમની ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર 23 ઓગસ્ટ, 2023ની સાંજે 6 કલાક અને 4 મિનિટ પર સોફ્ટ લેન્ડિગ કરાવ્યા બાદ હવે ઇસરો પોતાના આગામી Gaganyaan Mission દ્વારા ફરી એકવાર ઇતિહાસ રચવાની તૈયારીને જોડાઇ ગયું છે. ગગનયાન પહેલું સમાનવ અંતરિક્ષયાન છે, જેમાં ત્રણ એસ્ટ્રોનોટને અવકાશમાં મોકલી શકાય છે.
ઈસરોના ગગનયાનમાં 3 સભ્યોનો ક્રૂ અવકાશમાં જશે. ગગનયાનના ત્રણ અવકાશયાત્રીઓ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 3 દિવસ ગાળ્યા બાદ સુરક્ષિત રીતે ભારતીય જળસીમામાં પાછા ફરશે.

ભારતીય માનવ સંચાલિત ગગનયાન કેપ્સ્યુલ પહેલા ક્રૂ મોડ્યુલના બે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણો થશે. જે બાદ ત્રણ અવકાશયાત્રીઓ 3.7-ટનના ગગનયાન કેપ્સ્યુલ દ્વારા 400 કિમી (250 માઇલ)ની ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરશે. તેને ઈસરોના જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક III પર લોન્ચ કરવાની યોજના છે.
મીડિયા અહેવાલો અનુસાર, ઈસરોના વડા ડૉ. એસ સોમનાથે જણાવ્યું હતું કે, ગગનયાન મિશનનું માનવરહિત ક્રૂ મોડ્યુલ આવતા વર્ષ સુધીમાં પ્રાપ્ત થઈ જશે. આ પરીક્ષણ ભારતને એવા દેશોની યાદીમાં સામેલ કરશે, જે લોકોને અવકાશમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
ગગનયાન મિશન સાથે ISRO ફરી એકવાર વિશ્વને ગૌરવ અપાવશે. વિશ્વને જાણ થશે કે, ISRO તેની ટેક્નોલોજી અને સાધનો વડે અવકાશયાત્રીઓને અવકાશમાં પ્રવાસ કરાવી શકે છે. ગગનયાન મિશન એક ઓર્બિટલ મોડ્યુલ હશે.
ગગનયાનના ક્રૂ મોડ્યુલ ભાગમાં અવકાશયાત્રીઓ રહેશે, જ્યારે ક્રૂ મોડ્યુલ બીજા સર્વિસ મોડ્યુલ દ્વારા સંચાલિત કરવામાં આવશે. ક્રૂ મોડ્યુલમાં બેઠેલા ભારતીય અવકાશયાત્રીઓ પૃથ્વીથી લગભગ 400 કિમી દૂર અંતરિક્ષમાં એકથી ત્રણ દિવસ રહેશે અને પૃથ્વીની આસપાસ ગોળાકાર ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે. આ પછી પાછા ફરતી વખતે ગગનયાનને સમુદ્રમાં લેન્ડ કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે 23 ઓગસ્ટ 2023ના રોજ ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર
સોફ્ટ-લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ અને રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્ર પર ઉતરનારો ત્રીજો દેશ બની ગયો છે.
ગગનયાન મિશન સાથે જોડાયેલા ખાસ તથ્યો
- ISRO વર્ષ 2024માં ગગનયાન મિશન લોન્ચ કરી શકે છે
- PM નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2018ના રોજ ગગનયાન મિશનની જાહેરાત કરી હતી
- ગગનયાન મિશનનો ખર્ચ અંદાજે 10,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે
- ISRO ગગનયાન મિશનમાં એક મહિલા રોબોટ મોકલશે, જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં વાત કરી શકશે
- ગગનયાનનું નિર્માણ ISRO અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે
- પ્રથમ માનવરહિત મિશન ડિસેમ્બર 2021 સુધીમાં અવકાશમાં મોકલવાની યોજના હતી, પરંતુ કોવિડ-19ને કારણે તેમાં વિલંબ થયો છે
Gaganyaan Mission:
— ISRO (@isro) July 27, 2023
Two more hot tests on the Gaganyaan Service Module Propulsion System were conducted successfully at IPRC/ISRO on July 26, 2023.
Tests were conducted in pulsed and continuous modes necessary for the mission.
Three more hot tests are scheduled to demonstrate… pic.twitter.com/Vn7BrzbpHE












Click it and Unblock the Notifications
