શું છે પાકિસ્તાનનો ઈશનિંદા કાયદો? જાણો કેમ દુનિયાભરમાં ચર્ચામાં છે?
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ કુરાનનું અપમાન કરવા બદલ ઈશનિંદા કાયદાને ટાંકીને એક વ્યક્તિને જીવતી સળગાવી છે.
હવે આ ઘટનાની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. આ પહેલીવાર નથી કે જ્યારે ઇશનિંદા સંબંધિત મામલા સામે આવ્યા હોય.

પાકિસ્તાનમાં સમયાંતરે નિંદાના કિસ્સાઓ સામે આવતા રહે છે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ઘણા મુસ્લિમ દેશો આ કાયદાને લઈને ખૂબ જ કડક છે.
ઈશનિંદા શું છે?
જણાવી દઈએ કે, ઈશ નિંદા એટલે ભગવાનની નિંદા. જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક પૂજા સ્થળને નુકસાન પહોંચાડે છે, ધાર્મિક કાર્યમાં વિઘ્ન નાખે છે, અપમાન કરે છે અથવા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે, તો તે ઈશનિંદાના દાયરામાં આવે છે.
ઈસ્લામ અથવા પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કંઈપણ બોલવા કે કરવા બદલ ઈસ્લાફેમી કાયદા અનુસાર મૃત્યુદંડની જોગવાઈ છે. જો ફાંસીની સજા આપવામાં ન આવે તો આરોપીને આજીવન કેદની સાથે દંડ પણ ભોગવવો પડી શકે છે. આ કાયદાનો પાયો બ્રિટિશ શાસન દરમિયાન નંખાયો હતો.
પાકિસ્તાનમાં શું છે સજા?
શરૂઆતના સમયગાળામાં પાકિસ્તાનમાં ઈશનિંદાના કેસમાં 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ હતી. પરંતુ 1980 માં તેમાં વધુ વિભાગો ઉમેરવામાં આવ્યા. અહીંનો કાયદો કહે છે કે જો કોઈ ઈસ્લામ સાથે જોડાયેલા વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરે તો તેને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે.
સાથે જ કુરાનનું અપમાન કરવા બદલ આજીવન કેદની સજા પણ આપવામાં આવી છે. પયગંબર મોહમ્મદ વિરુદ્ધ નિંદા કરનારને મૃત્યુ અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે.
ભારતમાં કાયદો શું છે?
આપણા દેશમાં ધર્મનિંદાને લગતા કાયદાની કોઈ અલગ જોગવાઈ નથી. આઈપીસીની કલમ 295 હેઠળ જો કોઈ ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે તો તેને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે. બંધારણની કલમ 19A હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, જે હેઠળ આપણે ટીકા કરવા માટે સ્વતંત્ર છીએ, જ્યાં સુધી તે કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચાડે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
