41 દિવસની યાત્રા અને 14 દિવસ ચંદ્રની ધરતી પર નિવાસ દરમિયાન ચંદ્રયાન શું-શું કરશે? આ રહ્યાં તમામ સવાલના જવાબ

ભારતનું ચંદ્રયાન ત્રણ મિશન આજે સાંજે ચંદ્રની ધરતી પર ઉતરતા જ ઇતિહાસ રચી દેશે. 41 દિવસની યાત્રા કરીને ચંદ્રયાન ચંદ્ર સુધી પહોંચ્યુ છે અને હવે લેન્ડિંગ કરતા જ ઘણા સવાલોના જવાબ આપશે. આ એવા સવાલો છે જેના પર પુરી દુનિયાની નજર છે. આ સવાલોના જવાબ જો ભારતનું ચંદ્રયાન શોધી લેશે તો દુનિયાભરમાં ઈસરોનો ડંકો વાગી જશે.

જણાવી દઈએ કે, ચંદ્રયાન ચંદ્રની ધરતી પર એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર રહેશે અને વિવિધ સવાલોના જવાબો શોધવાનો પ્રયાસ કરશે.

Chandrayaan-3

ચંદ્રયાન-3 ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલુ છે. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર. 17 ઓગસ્ટે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી વિક્રમ લેન્ડર રોવર પ્રજ્ઞાન સાથે લેન્ડર મોડ્યુલ ચંદ્ર તરફ આગળ વધ્યું છે. 23 ઓગસ્ટે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. ત્યારબાદ રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર ફરશે અને ડેટા મોકલશે.

ચંદ્રયાન-3 બુધવારે આજે 6.4 કલાકે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ દરમિયાન 15 મિનિટ ખૂબ જ ખાસ હશે. આ સમયે લેન્ડર પોતાની રીતે કામ કરશે, ઈસરોના વૈજ્ઞાનિકને કોઈ કમાન્ડ નહીં આપે. 4 તબક્કામાં લેન્ડર ચંદ્રની સપાટી પર પગ મૂકશે. આ 15 મિનિટમાં 1440 દિવસની મહેનત સફળ થશે.

14 જુલાઈએ ચંદ્રયાન-3 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટરમાંથી લોન્ચ વ્હીકલ માર્ક-3 દ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડાયુ છે. આ પછી, ઈસરોમાં બેઠેલા વૈજ્ઞાનિકોએ બર્ન પ્રક્રિયા દ્વારા અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યુ. ચંદ્રયાન ચંદ્રથી 25 કિમી દૂર છે અને સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. અત્યાર સુધી કોઈ પણ દેશે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રનું સોફ્ટ લેન્ડિંગ કર્યું નથી. ચંદ્રયાન-3 ચંદ્ર પર પૃથ્વીના 14 દિવસ રોકાશે અને પાણી, ખનિજ સહિતની ખોજ કરશે. અહીં ધરતીકંપ, ગરમી અને માટીનો અભ્યાસ કરશે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 29 દિવસો બરાબર છે. આ દરમિયાન 14 દિવસ અને 14 રાત કામ કરશે.

ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ જેવો જ છે. અહીં ખૂબ ઠંડી છે અને સૂર્યપ્રકાશ ઓછો પહોંચે છે. અત્યાર સુધી કોઈ દેશે આ ભાગ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું નથી. અમેરિકાનું એપોલો મિશન ચંદ્ર વચ્ચે લેન્ડ થયું હતું. ચીનનું મિશન ઉત્તર ધ્રુવ પર લેન્ડ થયું હતું.

ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6:40 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ શરૂ કરશે ત્યારે તેની ઝડપ 1.68 કિમી પ્રતિ સેકન્ડ એટલે કે 6048 પ્રતિ કલાકની હશે. આનો અર્થ આકાશમાં પ્લેનની ગતિ કરતાં 10 ગણો હશે. આ પછી તે સ્પીડ ધીમી કરવાનું શરૂ કરાશે.

ચંદ્રયાન-3 ચંદ્ર પર ધરતીકંપનો અભ્યાસ કરશે તેમજ સપાટી પરની ગરમીનો અભ્યાસ કરાશે અને પાણીની સંભાવના પર રિસર્ચ થશે. ખનિજની માહિતી અને જમીનનો અભ્યાસ કરશે. ચંદ્રની સપાટી પર અવકાશયાનને નિયંત્રિત રીતે લેન્ડ કરવાની પ્રક્રિયાને સોફ્ટ લેન્ડિંગ કહેવામાં આવે છે. આ દરમિયાન અવકાશયાનને નિયંત્રિત કરતી વખતે તેની ગતિ ધીમે ધીમે ઓછી થાય છે.

અત્યાર સુધીમાં ચંદ્રયાન-3 નિર્ધારિત સમય મુજબ તમામ ભ્રમણકક્ષામાં પ્રવેશ કરીને ચંદ્રની નજીક છે. જો બધું બરાબર રહ્યું તો તે બુધવારે ચંદ્ર પર ઉતરશે. જો કોઈ કારણસર આવું ન થાય તો ઈસરોની પાસે પ્લાન B તૈયાર છે. ચંદ્રયાનનું લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવશે. જો તે દિવસે પણ ઉતરાણ ન થઈ શક્યું તો એક મહિના પછી ફરી સૂર્યની રાહ જોવી પડશે. ત્યાં સુધી ચંદ્રયાન ચક્કર કાપતું રહેશે.

અત્યાર સુધી માત્ર અમેરિકા, ચીન અને રશિયાએ જ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરતા જભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની જશે. કોઈ પણ દેશે અત્યાર સુધી દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું નથી. આ વિસ્તાર ખૂબ જ ઠંડો છે અને રાત્રે અહીંનું તાપમાન ઘણું ઘટી જાય છે.

ભારતના મહત્વાકાંક્ષી મિશન મૂનના માસ્ટરમાઈન્ડ અને ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ ઉપરાંત પી વીરમુથુવેલ, એસ ઉન્નીકૃષ્ણન નાયર, એસ શંકરન અને એસ રાજરાજન સહિતના અન્ય અધિકારીઓ આ મિશનનો ભાગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X