પાકિસ્તાન કોઈ પણ નિર્ણય લઇ લે, ભારતના વ્યવસાય પર કોઈ અસર નહીં પડે
તાજેતરમાં જ પાકિસ્તાને ભારત સાથેના વેપાર સંબંધોને તોડી નાખ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાન આ સમાચારથી બોખલાયું છે.
તાજેતરમાં જ પાકિસ્તાને ભારત સાથેના વેપાર સંબંધોને તોડી નાખ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી પાકિસ્તાન આ સમાચારથી બોખલાયું છે. જેના કારણે પાકિસ્તાને નવી દિલ્હીના તમામ દ્વિપક્ષીય વ્યવસાય સંબંધોને તોડવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ નિર્ણયની અસર ભારત પર થશે નહીં, કારણ કે દેશના કુલ વિદેશી વેપારના માત્ર 0.31 ટકા પાકિસ્તાન સાથે થાય છે. આ ઉપરાંત પાકિસ્તાન સાથે કારોબારમાં 80 ટકા માલ ભારતથી પાકિસ્તાન જાય છે, જ્યારે પાકિસ્તાનમાંથી માત્ર 20 ટકા માલ ભારતમાં આવે છે.

પુલવામા એટેક બાદ પણ ભારતે વેપાર બંધ કરી દીધો હતો
તો બીજી તરફ, બંને પડોશી દેશો વચ્ચેનો વેપાર બંધ થવાથી પાકિસ્તાનને બહુ ફરક પડશે નહીં, કેમ કે ભારત સાથે પાકિસ્તાનનો વેપાર તેના કુલ વિદેશી વેપારના માત્ર 3.2 ટકા છે. આ અગાઉ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરી દીધો હતો અને ત્યાંથી આવતા માલ પર 200 ટકા કસ્ટમ ડ્યુટી લગાવી દીધી હતી.

વ્યવસાયમાં સૌથી અગ્રણી દેશનો દરજ્જો આપી રાખ્યો હતો
આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચેના સંબંધો બગડતા પહેલા ભારતે પાકિસ્તાનને બિઝનેસમાં સૌથી અગ્રણી દેશનો દરજ્જો આપ્યો હતો. પરંતુ આ કામગીરીથી પણ બંને દેશો વચ્ચેના વેપારમાં કોઈ ખાસ પ્રગતિ જોવા ન મળી. નાણાકીય વર્ષ 2017-18માં બંને દેશો વચ્ચેનો વેપાર ફક્ત 2.4 અબજ ડોલર રહ્યો છે, જે ભારતના કુલ વિદેશી વેપારના 0.31 ટકા છે અને પાકિસ્તાનના કુલ વિદેશી વેપારના માત્ર 3.2 ટકા છે.

પાકિસ્તાન દ્વારા ભારતને નિકાસ
તો અખબાર 'ધ ન્યૂઝ' ની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2017-18માં, પાકિસ્તાન દ્વારા ભારતને 7.83 કરોડ ડોલર કિંમતના સિમેન્ટ, 3.49 કરોડ ડોલરના ખાતરો,11.28 કરોડ ડોલરના ફળ, 6.04 કરોડ ડોલરના રસાયણો અને હીરા અને સંબંધિત ઉત્પાદનો નિકાસ કરવામાં આવ્યાં હતાં. નાણાકીય વર્ષ 2018-19માં પુલવામા પછી ભારતે અનેક શિક્ષાત્મક પગલાં લીધા હતા, જેનાથી બંને દેશો વચ્ચેના વેપારને અસર થઈ હતી.

ભારત અને પાકિસ્તાનનું બજાર
ભારતથી પાકિસ્તાનને કરવામાં આવતા નિકાસમાં કાચો કપાસ, સુતરાઉ યાર્ન, રસાયણો, પ્લાસ્ટિક, હાથથી બનાવેલા ઉન છે. ભારતે પાકિસ્તાના ઘટતા રૂપિયાને જોઈને જ તેને રોકવા ભારતે પહેલેથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાથી ભારતીય બજાર માટે તે માલ સસ્તો થઇ જાય છે, જેની અસર સ્થાનિક ધંધા પર પડે છે.

ચીન પાકિસ્તાનમાં CPEC કાઉન્સિલ પ્રોજેક્ટ
ચીન પાકિસ્તાનમાં CPEC કાઉન્સિલ પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. જો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે, તો આ રીતે પાકિસ્તાનના ભૌગોલિક રૂપે ભારત સાથે જોડાયેલ હોવાનો જે ફાયદો બંને દેશો વચ્ચેના વેપારને મળે છે, તે બહુ મહત્ત્વનો રહેશે નહીં. આ પછી પાકિસ્તાન ભારતને બદલે ચીન સાથે વેપાર કરવાનું પસંદ કરશે. ચીની ચીજો અને સેવાઓ વિશ્વમાં સૌથી સસ્તી છે, તેથી પાકિસ્તાન માટે ભારતને બદલે ચીન સાથે વ્યવસાય કરવાનું વધુ ફાયદાકારક રહેશે.












Click it and Unblock the Notifications
