For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપમાં આવ્યું નવું અપડેટ, હવે યૂઝર્સને મળશે આ ખાસ સુવિધા

વૉટ્સએપમાં આવ્યું નવું અપડેટ, હવે યૂઝર્સને મળશે આ ખાસ સુવિધા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેસેજિંગ પ્લેટફોર્મ વૉટ્સએપે પોતાની એપ્લિેશનમાં બદલાવ કરવાની સાથે નવું અપડેટ પણ જાહેર કર્યું છે. આ નવા અપડેટમાં 'ડિલિટ ફોર એવરીવન' ફીચર પણ છે. જેની મદદથી યૂઝર્સે મોકલેલ પોતાના મેસેજને ડિલિટ કરી શકાય છે. આમ તો વૉટ્સએપે ગયા વર્ષે જ આ ફીચરની શરૂઆત કરી દીધી હતી પરંતુ મેસેજ ડિલિટ કરવાનો સમય 7 મિનિટનો હતો જે વધારીને હવે 1 કલાક 8 મિનિટ અને 16 સેકંડ કરી દીધો છે.

વૉટ્સએપ Recipient limitમાં બદલાવ

વૉટ્સએપ Recipient limitમાં બદલાવ

WABetaInfoના રિપોર્ટ મુજબ વૉટ્સએપે પોતાના નવા અપડેટમાં રિસિપ્યન્ટ લિમિટને પણ વધારી દીધી છે. જેનો મતલબ કે જો તમે કોઈને મોકલેલ મેસેજ ડિલિટ કરો છો અને યૂઝરને તમારા ડિલિટ કરેલ મેસેજની રિક્વ્સ્ટ 13 કલાક 8 મિનિટ અને 16 સેકંડ સુધી ન મળે તો તે મેસેજ ડિલિટ નહી થાય. પરંતુ યૂઝરને 13 કલાક, 16 સેકંડમાં તમારો મેસેજ મળી જાય તો પછી જ તમે 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડમાં તેને ડિલિટ કરી શકો છો.

ટાઈમ લિમિટને લઈને ગૂંચવણ

ટાઈમ લિમિટને લઈને ગૂંચવણ

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે રિસિવર જો 14 કલાક સુધી મોબાઈલ બંધ કરી દે તો તે મેસેજ 14 કલાક પછી ડિલિટ થઈ શકશે કે નહિ.

વીડિયો કોલ દરમિયાન વૉટ્સએપ હેક થવાની સંભાવના

વીડિયો કોલ દરમિયાન વૉટ્સએપ હેક થવાની સંભાવના

જણાવી દઈએ કે તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વીડિયો કોલ માટે વૉટ્સએપ પૂરી રીતે સુરક્ષિત નથી. વીડિયો કોલિંગ દરમિયાન તેને હેક કરવું વધુ સહેલું છે. આ બધી જ પરેશાની માત્ર એક બગને કારણે છે. જો કે વૉટ્સએપ એપને સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહ્યું છે. આના માટે એપ્લિકેશનમાં કેટલાક બદલાવ અને નવા અપડેટ પણ જોવા મળ્યા છે.

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને ગ્રીન શીપ રિસાઇકલ યાર્ડ તરીકે વિકસાવાશે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને ગ્રીન શીપ રિસાઇકલ યાર્ડ તરીકે વિકસાવાશે

English summary
WhatsApp to make important change to its delete for everyone feature
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X