30 સાંસદોને કફોડી હાલત, દિલ્હીમાં થયા બેઘર
સામાન્ય માણસ પાસે રાજધાની દિલ્હીમાં રહેવા માટે ઘર ના હોય તે સમજી શકાય છે પણ હવે તો દિલ્હીની હાલત તે છે કે ઉચ્ચ અધિકારીઓને પણ દિલ્હીમાં રહેવા ઘર નથી અને તે થઈ ગયા છે બેઘર.
લોકસભાની ચૂંટણીને આજે એક વર્ષ થવા આવી રહ્યું છે પણ તેમ છતાં 30 જેટલા સાંસદોને રાજધાની દિલ્હીમાં સરકાર દ્વારા સ્થાઇ ઘર નથી મળ્યું.

હાલ તો આ સાંસદો અસ્થાઇ રીતે રોકાવા માટે દિલ્હીની અશોક હોટલમાં રૂમ આપવામાં આવ્યો છે. પણ સરકાર હવે તેમને અન્ય હોટલમાં ખસેડવાનું વિચારી રહી છે. કારણ કે આ હોટલનું એક દિવસનું ભાડું છે 8 હજાર રૂપિયા. જે સરકારી તિજોરીથી જાય છે.
જો કે અન્ય હોટલમાં પણ રૂમના ભાડા ક્યાં સસ્તા છે.વળી આ સાંસદો નાના ઘરમાં શીફ્ટ થવા તૈયાર નથી. નોંધનીય છે કે દિલ્હીમાં લુટિયન જોનમાં સાંસદોને રહેવાની વ્યવસ્થા સરકાર કરી આપતી હોય છે પણ લુટિયન જોનમાં બંગલાની કમીના કારણે આ સાંસદો થઇ હાલાકી ભોગવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
