જ્યારે 800 ઘેટાં- બકરાં લઇ ચીની દૂતાવાસમાં ઘૂસી ગયા હતા વાજપેયી
જ્યારે 800 ઘેટાં- બકરાં લઇ ચીની દૂતાવાસમાં ઘૂસી ગયા હતા વાજપેયી
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એક એવા નેતા તરીકે ઓળખવામાં આવે છે જેઓ પોતાના વ્યંગ્યથી વિરોધીઓને ઢેર કરી દેતા હતા પરંતુ ક્યારેક ક્યારેક તેઓ કંઇપણ કહ્યા વિના સામે વાળાને ડામ આપી દેતા હતા. ભારત અને ચીન વચ્ચે જ્યારે ટકરાવ ચાલુ છે ત્યારે અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ ના થાય તે કઇ રીતે બની શકે. વાજપેયીની ચીન નીતિઓને ક્યારેક નરમ તો ક્યારેક ગરમ કરવાનો શ્રેય આપવામાં આવે છે તો એ ઘટનાનો ઉલ્લેખ થાય છે જેમાં 800 ઘેટાં બકરાં દ્વારા ચીન પર બોલ્યા વિના હુમલો કરવામાં આવ્યો હતો. આ એક એવો હુમલો હતો જેણે ચીનને ઉંડા ડામ આપી દીધા હતા.

62ના યુદ્ધ બાદની ઘટના
વાત 1962ની છે અને તે સમયે ભારત અને ચીન વચ્ચે એક યુદ્ધ થઇ ચૂક્યું હતું. જે બાદ વર્ષ 1965માં ચીન ફરી એખવાર ભારતને ગૂંચવવા માટે તૈયાર હતું. ઓઘસ્ટ- સપ્ટેમ્બરના મહિનામાં કેટલાય આરોપો વચ્ચે જ ચીન તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારતીય સૈનિકોએ તેમના 800 ઘેટાં- બકરાં અને 59 યાકની ચોરી કરી લીધી છે. ચીને 1967માં યુદ્ધ સમયે પણ આ બહાનુ જ બનાવ્યું હતું. તે સમયે અટલ બિહારી વાજપેટીની ઉંમર 62 વર્ષની હતી અને ભારત, કાશ્મીરમાં પાકિસ્તાનને જવાબ આપવામાં વ્યસ્ત હતું.

પીએમ શાસ્ત્રીને ચિઠ્ઠી લખી નારાજગી જતાવી
ચીન તરફથી ભારત સરકારને ચિઠ્ઠી લખવામાં આવી અને તે સમયે વડાપ્રધાનનું પદ લાલ બહાદુર શાસ્ત્રી પાસે હતું. વાજપેયી તે સમયે જનસંઘથી પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી ચૂક્યા હતા, તેમના એક ડગલાએ ચીનનો પારો હાઇ કરી દીધો હતો. વાજપેયી ચીનને જવાબ આપવા માટે 800 ઘેટાં- બકરાં સાથે લઇ ચીની દૂતાવાસમાં ઘૂસ ગયા હતા. સપ્ટેમ્બરના અંતમાં થયેલ આ ઘટનામાં ઘેટાં- બકરાંની ડોક પર એક પ્લેકાર્ડ હતું જેમાં લખ્યું હતું, 'મને ખાઇ લો પણ દુનિયાને બચાવી લો.' ચીને લાલ બહાદુર શાસ્ત્રીને વધુ એક ચિઠ્ઠી લખી અને વાજપેયીની હરકતથી ચીનનું અપમાન થયું હોવાનો ઉલ્લેખ કર્યો.

ભારતે પણ જવાબ આપ્યો
ચીને આરોપ લગાવ્યો કે શાસ્ત્રી સરકારના સમર્થનથી જ આવું કરવામા આવી રહ્યું છે. ચીનના આરોપોના જવાબમાં ભારત સરકારે પણ કરારો જવાબ આપ્યો. ભારત સરકારે જવાબમાં કહ્યું, દિલ્હીના કેટલાક લોકોએ 800 ઘેટાં- બકરાંનું જુલૂસ કાઢ્યું. આ પ્રદર્શનથી ભારત સરકારને કંઇ લેવાદેવા નથી. આ દિલ્હીના લોકોની ચીનના અલ્ટીમેટમ અને તુચ્છ મુદ્દાઓ પર ભારત વિરુદ્ધ યુદ્ધની ધમકી આપવાની બાબતે નારાજગી છ, શાંતિપૂર્ણ અને હાસ્ય વ્યંગ્યની અભિવ્યક્તિ હતી. આ ઘટનાને 2 વર્ષ બાદ ચીન ફરી એકવાર ભારતને સબક શીખવવાના ઇરાદ આવ્યું હતું, પરંતુ ઉંધા મોઢાની ખાધા બાદ પીછે હટ કરી.

અટલ બિહારી વાજપેયીએ સંબંધોને નવી દિશા આપે
ચીનના નિષ્ણાંતો આજે પણ માને છે કે વાજપેયી, ભારત અને ચીનના સંબંધોને નવી દિશા આપનાર મહત્વના શખ્સ હતા. વર્ષ 1998માં ભારતે જ્યારે પરમાણુ પરીક્ષણ કર્યું તો ચીન ઘણું નારાજ થઇ ગયું હતું. જે બાદ વર્ષ 2003માં તત્કાલીન ચીની પીએણ વેપ જિયાબાઓ ભારતની યાત્રા પર આવ્યા હતા. ચીને ભારત તરફથી થયેલ ન્યૂક્લિયર ટેસ્ટ્સને ખતરો ગણાવ્યો હતો. પરંતુ જ્યારે જિયાબાઓ ભારતની યાત્રા પર આવ્યા હતા તો વાજપેયીએ સીમા વિવાદને ઉકેલવા માટે સ્પેશિયલ રિપ્રજેન્ટેટિવ્સ તંત્રની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સીમા વિવાદ ઉકેલવાનો હતો.












Click it and Unblock the Notifications
