કોર્ટમાં સલમાને અક્ષય કુમારની નકલ કરી!
આજે જોધપુર કોર્ટમાં બોલીવૂડ એક્ટ્રર સલમાન ખાનના આર્મ્સ એક્ટ મામલાની સુનવણી હતી. જેમાં સલમાને કોર્ટ સમક્ષ પોતાનું બયાન રેકોર્ડ કરાવ્યું. આ દરમિયાન કોર્ટ દ્વારા સલમાનને તેની જાતિ વિષે પૂછવામાં આવ્યું. નોંધનીય છે કે આવું પૂછવું એ કોર્ટની કાર્યવાહીનો એક નિયમિત ભાગ છે. જેના જવાબ સલમાને કંઇક તેવી રીતે આપ્યો કે લાગ્યું કે તેને અક્ષય કુમારના ડાયલોગની નકલ કરી.

સલમાનને જ્યારે જોધપુર કોર્ટમાં તેની જાતિ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું મારી જાતિ "ઇન્ડિયન" છે.અક્ષય કુમારના હાલમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ "બેબી"માં પણ એક ડાયલોગ છે જેમાં અક્ષય કુમાર એક દેશદ્રોહીને કહે છે કે ફોર્મમાં જ્યાં અમારી જાતિ પૂછવામાં આવે છે ત્યાં અમે કેપિટલ લેટરમાં "ઇન્ડિયન" લખીએ છીએ.
ત્યારે લાગે છે કે સલમાન ખાન ભૂલી ગયા છે કે તે કોઇ ફિલ્મના શૂંટિગમાં નહીં પણ રિયલ અદાલતમાં ઊભા હતા. અને માટે જ જજે તેમને આ મામલે સ્પષ્ટ જવાબ આપવાનું કહેતા સલમાને કહ્યું કે તેમની જાતિ હિંદુ-મુસ્લિમ છે. તેના પિતા મુસ્લિમ અને માતા હિંદુ હોવાથી તે આ મુજબ માને છે.












Click it and Unblock the Notifications
