બેંગ્લુરુમાં મોદીની ફીરકી લેવાના ચક્કરમાં રાહુલ ગાંધીની જ લેવાઇ ગઇ...

બુધવારે,ક્રોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગ્લોરના માઉન્ટ કાર્મેલ કોલેજની વિદ્યાર્થીનીઓને સંબોધિત કરી હતી. તેમણે આ મુદ્દે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા પર પણ તે બોલ્યા. તેમણે કહ્યું કે સહિષ્ણુતા ભારતની પૂંજી છે. અને તેને સાચવી રાખવી તે આપણા બધાની જવાબદારી છે.

જો કે આ મામલે તેમને કેન્દ્ર સરકારને પણ આડે હાથે લીધી તેમણે કહ્યું કે ભારતમાં રોજગારી નથી વધી રહી. શૂટ બૂટની સરકાર આ માટે યોગ્ય પગલા નથી ઉઠાવી રહી. વધુમાં તેમણે એક રેપિંડ ફાયર રાઉન્ડ પણ કર્યો. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરકી લેવાના ચક્કરમાં કેટલાક તેવા સવાલો કરી લીધા કે જેમાં તે પોતે જ ફસડાઇ પડ્યા.

જ્યારે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીનીઓને સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયાની સફળતા અંગે પૂછ્યું ત્યારે ત્યાંની યુવતી જોરથી હા કહ્યું જેના લીધે ક્રોંગ્રેસના યુવરાજનું મોઢું લાલ થઇ ગયું હતું. જો કે તેમ છતાં તેમણે થપ્પડ મારીને પોતાનો ગાલ લાલ રાખતા કહ્યું હતું કે મને તો તેવું નથી લાગતું. ત્યારે શું હતો આ આખો મામલો તેના બાદ રાહુલે કેવી પ્રતિક્રિયા આપી તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

વિદ્યાર્થીનીઓની

વિદ્યાર્થીનીઓની "હા" ને રાહુલની "ના"

માઉન્ટ કાર્મેલ કોલેજમાં જ્યારે ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવતીઓને પૂછ્યું કે શું તમને લાગે છે કે સ્વચ્છ ભારત પર કામ થઇ રહ્યું છે? તો વિદ્યાર્થીઓએ કહ્યું હા, જે બાદ રાહુલ કહ્યું કે શું મેક ઇન ઇન્ડિયાથી ભારતને કોઇ લાભ થયો છે? તો વિદ્યાર્થીનીઓએ કહ્યું હા. એટલું જ નહીં વિદ્યાર્થીનીઓએ કહ્યું કે રોજગારની પણ તકો વધી છે.

રાહુલ પડ્યા ભોંઠા

રાહુલ પડ્યા ભોંઠા

ત્યારે વિદ્યાર્થીની વારંવાર હા સાંભળની રાહુલ ગાંધી બરાબરના ભોંઠા પડ્યા પણ તેમ છતાં તેમણે તેમનો એક્કો સાચો રાખતા કહ્યું કે મને તો તેવું નથી લાગતું.

"દ્રાક્ષ ખાટી છે"

જો કે તે બાદ રાહુલ ગાંધીને જ્યારે પત્રકારો દ્વારા આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે "ના ના કેટલાક લોકો હા કહેતા હતા તો કેટલાક લોકો ના. આ વાતમાં સ્પષ્ટ મત નહતો".

વિદ્યાર્થીનીઓએ પૂછ્યા તેજ સવાલ

વિદ્યાર્થીનીઓએ પૂછ્યા તેજ સવાલ

જો કે વિદ્યાર્થીઓ પણ રાહુલ ગાંધીને કેટલાક મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા. આ કાર્યક્રમમાં ક્રોંગ્રેસ સરકારને કેમ જીએસટી બિલ પસાર નથી કરવા દેતીથી લઇને વિપક્ષનો શું રોલ છે તેવા ચોટદાર સવાલો બેંગ્લૂરની વિદ્યાર્થીનીઓ દ્વારા ક્રોંગ્રેસના યુવરાજને પૂછવામાં આવ્યા હતા.

રાહુલનો જવાબ

રાહુલનો જવાબ

તો સામે પક્ષે રાહુલ ગાંધી પણ કહ્યું કે જીએસટી બિલ પર અમે કેટલાક બદલાવ ઇચ્છીએ છીએ. જે ભાજપ ત્રણ વર્ષથી આ બિલને પસાર નહતી કરતી તે હવે તેમાં ચેન્જ લાવવાની ના પાડે છે. અમે નથી ઇચ્છતા કે શૂટ બૂટની સરકારના કારણે લોકો સહન કરે.

રાહુલ કર્યું નીતિશનું સમર્થન

રાહુલ કર્યું નીતિશનું સમર્થન

રાહુલ ગાંધી કહ્યું કે લોકશાહીમાં ચર્ચા જરૂરી છે. બિહારમાં ક્રોંગ્રેસના મહાગંઠબંધનમાં જોડાવા પર સવાલ કરતા તેમણે કહ્યું કે નીતિશને એક સ્વચ્છ છબીનો નેતા છે. વળી લાલુ અને ભષ્ટ્રાચાર વિષે પૂછતા તેમણે કહ્યું કે લાલુ યાદવ સરકારમાં નથી તેમના છોકરાઓ છે જે પણ ભષ્ટ્રાચારનો વિરોધ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X