For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં સ્કૂલો ક્યારે ખુલશે તે અંગે સરકાર પણ છે વિમાસણમાં

છેલ્લા 5 મહિનાથી બંધ સ્કૂલો ક્યારે ખુલશે તેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાઈ શકાયો નથી.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના સંક્રમણ ઘટવાનુ નામ નથી લઈ રહ્યુ અને સંક્રમિતોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જેના કારણે છેલ્લા 5 મહિનાથી બંધ સ્કૂલો ક્યારે ખુલશે તેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાઈ શકાયો નથી. સરકારના જણાવ્યા મુજબ સ્કૂલો ખુલવાનો સમય કોરોનાની સ્થિતિ પર નિર્ભર કરશે. જો સપ્ટેમ્બરમાં દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટશે તો આવતા મહિનાથી સ્કૂલ ખોલવા વિશે વિચાર કરવામાં આવી શકે છે. હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢે સ્કૂલો ખોલવાની ઈચ્છા વ્યક્ત કરીને કેન્દ્ર સરકાર પાસે અનુમતિ માંગી છે.

school

સોમવારે આયોજિત થયેલ કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયની સમિતિની બેઠક થઈ. ભાજપ સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દેશમાં સ્કૂલ ખોલવાની સંભાવનાઓ પર વિચાર કરવામાં આવ્યો. અધિકારીઓએ કહ્યુ કે સ્કૂલો ખોલવાની હાલમાં કોઈ યોજના નથી. રાજ્યોની સલાહ અને કોરોનાની સ્થિતિ જોયા બાદ જ તેને ખોલવા અંગે વિચાર કરવામાં આવશે. અધિકારીઓએ એ પણ જણાવ્યુ કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ધોરણ 3 સુધીના સ્ટુડન્ટ્સને ઑનલાઈન ક્લાસની અનુમતિ નથી. આ બાળકોને માતાપિતા ઑનલાઈન ક્લાસમાં ભાગ લઈ શકે છે અને બાદમાં પોતાના બાળકોને ગાઈડ કરી શકે છે. વળી, ધોરણ 4થી 7 સુધી સીમિત ઑનલાઈ ક્લાસ લઈ શકાય છે.

સમિતિના સભ્યોએ કહ્યુ કે ઘણા બાળકોને મોબાઈલ અને લેપટૉપની સુવિધા નથી. એવામાં ગરીબ બાળકોને રેડિયો વહેંચવા જોઈએ જેનાથી કમ્યુનિટી રેડિયો દ્વારા તે બાળકોને ભણાવી શકે. અધિકારીઓએ જણાવ્યુ કે કૉલેજોમાં ઝીરો યર નહિ થાય. આનો અર્થ એ કે વર્ષના અંતમાં પરીક્ષા થશે જેને ઝીરો યર કહેવામાં આવ્યુ છે. સાંસદ વિનય સહસ્ત્ર બુદ્ધેએ સરકારને સૂચન કર્યુ કે કૉલેજના છાત્રો માટે એક પ્રશ્ન બેંક બનાવવી જોઈએ જેમાં આપેલા પ્રશ્નોમાંથી પરીક્ષામાં સવાલ પૂછવામાં આવે. અધિકારીઓએ આ સૂચન પર સંમતિ વ્યક્ત કરી અને કહ્યુ કે આના પર વિચાર કરવામાં આવી શકે છે.

CM ગહેલોતની 'નિકમ્મા' ટિપ્પણી પર સચિન પાયલટનો પલટવારCM ગહેલોતની 'નિકમ્મા' ટિપ્પણી પર સચિન પાયલટનો પલટવાર

English summary
When Will Schools Reopen in the country, Government also confused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X