Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્યારે યોજાશે ઝારખંડ વિધાનસભા ચૂંટણી? જાણો મોટી અપડેટ

Jharkhand assembly election 2024: જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાનું પરિણામ જાહેર થયા બાદ લોકોના મનમાં એક સવાલ રમી રહ્યો છે કે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે?

ઉલ્લેખનીય છે કે, વર્ષના અંતમાં ઝારખંડ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં રાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી અપેક્ષા છે.

લેટેસ્ટ અપડેટ અનુસાર, ચૂંટણી પંચ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 બે તબક્કામાં યોજાય તેવી શક્યતા છે. 14 કે 15 ઓક્ટોબર સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે, અને તેની સાથે જ ઝારખંડમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.

અત્રે નોંધનીય બાબત છે કે, ઝારખંડનો સ્થાપના દિવસ 15 નવેમ્બરના રોજ છે. આ જ દિવસે ઝારખંડમાં ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતા છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં હેમંત સોરેન સરકારનો કાર્યકાળ સત્તાવાર રીતે 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, તે પહેલાં ચૂંટણી યોજવામાં આવશે.

Jharkhand assembly election 2024

નોંધનીય બાબત છે કે, નવી મહારાષ્ટ્ર વિધાનસભાની રચના 26 નવેમ્બર પહેલા થવી જોઈએ, જે 17 ઓક્ટોબર પહેલા ચૂંટણીની જાહેરાત કરવી જરૂરી બનાવે છે. ચૂંટણીની જાહેરાત અને પરિણામોની ઘોષણા વચ્ચે 40 દિવસનું અંતર હોવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે, નવેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ઝારખંડમાં 15 નવેમ્બર બાદ ત્રણ તબક્કામાં મતદાન યોજાશે અને નવેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવી શક્યતા છે.

રિપોર્ટ અનુસાર, 2019ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે ઝારખંડમાં ઓછા તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આ વખતે ઝારખંડમાં બેથી ત્રણ તબક્કામાં જ ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. તમામ બેઠકો માટે દિગ્ગજ નેતાઓ સક્રિય પ્રચાર કરી રહ્યા છે. ઝારખંડમાં પહેલો મુકાબલો ઝારખંડ મુક્તિ મોરચા અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધન વચ્ચે થશે.

ઉલ્લેખનીય છે કે, 2019ની ચૂંટણીઓ 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં યોજાઈ હતી, જેના પરિણામો 23 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મહાગઠબંધનની જીત બાદ હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X