For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભારત ક્યારે કરશે ચીન પે ચર્ચા?', કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે તવાંગમાં થયેલ ભારત-ચીન ઝડપને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Mallikarjun Kharge On China Controversy: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ચીન વિવાદને લઈને ફરીથી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કેન્દ્રની પીએમ મોદી સરકારની ટીકા કરીને પૂછ્યુ કે ભારતમાં ચીન પે ચર્ચા ક્યારે થશે? ખડગેએ કહ્યુ કે ગૃહના સભાપતિ દ્વારા તેમને આ મુદ્દે વાત કરવાનો અધિકાર અપાયા છતાં તેમને રાજ્યસભામાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન ઝડપ વિશે બોલવાની અનુમતિ આપવામાં આવી નહિ.

Mallikarjun Kharge

'આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ચિંતાનો વિષય'

શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અખબારોના કટિંગને ટ્વિટ કરીને લખ્યુ, 'ડોકલામથી લઈને જમફેરી રિજ સુધી ચીન પોતાનુ નિર્માણ કરવામાં લાગ્યુ છે. આ ભારતના સિલીગુડી કૉરિડોરને જોખમમાં નાખી રહ્યુ છે, જે પૂર્વોત્તર ભારતના રાજ્યોનુ પ્રવેશદ્વાર છે. આ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ચિંતાનો વિષય છે.' ખડગેએ ટ્વિટર પર આગળ નરેન્દ્ર મોદીને ટેગ કરીને પૂછ્યુ કે, 'ચીન પે ચર્ચા ક્યારે થશે?' આ પહેલા ખડગેએ ટ્વિટ કરીને સરકાર પર કટાક્ષ કર્યો હતો કે એવુ લાગે છે કે મોદી સરકારની લાલ આંખ પર ચીની ચશ્મા લાગી ગયા છે.

'યુદ્ધની તૈયારી કરી રહ્યુ છે ચીન, કેન્દ્ર છૂપાવી રહ્યુ તથ્ય'

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના 100માં દિવસે રાજસ્થાનમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધીને શુક્રવારે કહ્યુ હતુ કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યુ છે પરંતુ કેન્દ્ર સરકાર જોખમને નજર અંદાજ કરી રહી છે અને તથ્યોને છૂપાવી રહી છે. વર્તમાન સ્થિતિ મુજબ હું જણાવી શકુ છુ કે ચીન ઘૂસણખોરી નહિ પરંતુ પૂર્ણ યુદ્ધની તૈયારી કરી રહ્યુ છે. જોખમ સ્પષ્ટ છે પરંતુ આપણી સરકાર જોખમને નજરઅંદાજ કરી રહી છે. કેન્દ્ર આપણાથી તથ્યો છૂપાવવાની કોશિશ કરી રહ્યુ છે પરંતુ આવી વાતો બહુ દિવસ સુધી છૂપી નહિ રહી શકે.

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર

ભાજપના પ્રવતકા રાજ્યવર્ધન સિંહ રાઠોડે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરીને કહ્યુ હતુ કે, 'તે ભ્રમ ફેલાવવા અને સૈનિકોનુ મનોબળ ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીને લાગે છે કે ચીન સાથે નિકટતા હોવી જોઈએ. હવે તેમણે એટલી નિકટતા વિકસિત કરી લીધી છે તેમને ખબર છે કે ચીન શું કરશે.'

ભાજપની ટિપ્પણી પર કોંગ્રેસની પ્રતિક્રિયા

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ભાજપની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપીને કહ્યુ હતુ કે, 'ભાજપ સરકારે ઈમાનદાર હોવા અને કરોડરજ્જુ વિકસિત કરવાની જરુર છે. બાલિશ ટિપ્પણીઓથી રાહુલ ગાંધી પર પ્રતિક્રિયા કરવાના બદલે સાંભળવાનુ સાહસ રાખો.'

English summary
When will the nation have 'china pe charcha' asks Mallikarjun Kharge to PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X