કયા રાજ્યમાં રહે છે સૌથી વધુ અમીર લોકો, જાણો

આપણા દેશમાં સૌથી વધુ અમીર લોકો કયા રાજ્યમાં રહે છે તેનો ખુલાસો હાલમાં જ થયો. ભારતમાં સૌથી વધુ અમીર વ્યક્તિઓ મહારાષ્ટ્રમાં રહે છે.

આપણા દેશમાં સૌથી વધુ અમીર લોકો કયા રાજ્યમાં રહે છે તેનો ખુલાસો હાલમાં જ થયો. ભારતમાં સૌથી વધુ અમીર વ્યક્તિઓ મહારાષ્ટ્રમાં રહે છે. Barclays Hurun India Rich List 2018 અનુસાર મહારાષ્ટ્રમાં રહેતા આ વ્યક્તિઓની સંપત્તિ ઓછામાં ઓછી 1000 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અમીર વ્યક્તિઓ દેશની આર્થિક રાજધાની મુંબઈ, ઠાણે, નાસિક, નાગપુર અને પૂણેમાં રહે છે.

mumbai

મહારાષ્ટ્રના પાંચ જિલ્લા - મુંબઈ, ઠાણે, નાસિક, નાગપુર અને પૂણેમાં 271 અમીર વ્યક્તિઓ રહે છે. જેમની સંપત્તિ ઓછામાં ઓછી 1000 કરોડ રૂપિયા છે. આ બધા લોકોની સંપત્તિ મિલાવી દેવામાં આવે તો 21.14 લાખ કરોડ થશે. તે ભારતના કુલ 42.7 ટકા છે. ભારતમાં આવા અમીર લોકોની સંખ્યા કુલ 831 છે.

દેશમાં ટોપ 10 માંથી પાંચ લોકો મહારાષ્ટ્રમાં રહે છે. તેમાં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ પણ શામેલ છે. જેમનુ ઘર એન્ટીલિયા મુંબઈમાં સ્થિત છે. અંબાણીની સંપત્તિ 3.7 લાખ કરોડ બતાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર બાદ સૌથી અમીર વ્યક્તિ દિલ્હીના એનસીઆરમાં રહે છે. નવી દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં 176 લોકો રહે છે જેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. ત્યારબાદ કર્ણાટક છે જ્યાં 71 લોકો રહે છે. ગુજરાતમાં 1000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા 60 લોકો રહે છે. પાંચમાં નંબરે આંધ્રપ્રદેશ છે જ્યાં આવા 55 લોકો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X