For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવંગત બાળ ઠાકરે પ્રત્યે મોદીના 'સન્માન' પર શિવસેનાનો કટાક્ષ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન તૂટવાથી લઇને શિવસેનાએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ રવિવારે સાંગલીની એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે તે બાળ ઠાકરેનું સન્માન કરે છે, એટલા માટે ચૂંટણી પ્રચારમાં શિવસેના વિરૂદ્ધ કંઇપણ નહી બોલે. આ ચૂંટણી પ્રચારમાં શિવસેના વિરૂદ્ધ એક પણ શબ્દ નહી બોલવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાનના આ નિવેદન બાદ શિવસેનાએ હવે પાર્ટીના મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો છે. સામનામાં છપાયેલા લેખમાં વડાપ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાકવામાં આવ્યું છે.

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સામના એડિટોરિયલમાં લખ્યું છે કે અમે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરીએ છીએ પરંતુ ગઠબંધન કેમ તોડવામાં આવ્યું. શિવસેનાને લઇને સન્માન તે સમયે ક્યાં ગયું, જ્યારે રાજ્યમાં બંને પક્ષ વચ્ચે સીટોની વહેંચણીને લઇને ગઠબંધન તોડવામાં આવ્યું.

modi-uddhav

ઉદ્ધવ ઠાકરેએ એમપણ લખ્યું છે કે જો ગઠબંધન તોડવામાં ન આવતું તો બાળા સાહેબ ઠાકરે માટે સાચી શ્રદ્ધાંજલિ હોત. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે મહારાષ્ટ્રને તોડવાનું સપનું લઇને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે અને તેના માટે શેઠ સાહુકારો અને સટ્ટા બજારના પૈસા લગાવવામાં આવી રહ્યાં છે. સાથે જ કહેવામાં આવે છે કે આ લોકોને છત્રપતિ શિવાજીના આર્શિવાદ મળશે એમ કહીને શહીદોનું અપમાન કરવામાં આવ્યું છે.

સામનામાં એમપણ કહેવામાં આવ્યું છે કે જે કોંગ્રેસવાળા, મોરારજી દેસાઇ પણ કરી શક્યા અંથી તે આજે ભાજપે કરી બતાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાને આ જણાવવા માટે મુંબઇ આવવાની જરૂરિયાત નથી કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીઓએ મહારાષ્ટ્રમાં લૂંટ મચાવી છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતની મુખ્યમંત્રી આનંદ પટેલ ત્યાં લૂંટવા માટે આવી હતી. ઉદ્યોગપતિઓને ગુજરાત જવા માટે કહેવું પણ મહારાષ્ટ્રને લૂંટવું જ છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીઓએ મહારાષ્ટ્રને લૂટ્યું, એવું કહેવા માટે વડાપ્રધાને મુંબઇ આવવાની જરૂરિયાત નથી.

English summary
The Shiv Sena has gone all guns blazing at the Bharatiya Janata Party despite Prime Minister Narendra Modi's refusal to take on its erstwhile ally out of respect for Balasaheb Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X