Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોનાના ડર વચ્ચે WHOના ડાયરેક્ટરે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણને કરી આ અપીલ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને પણ સોશિયલ મીડિયા પર સુપરસ્ટાર સેલેબપ્સને કોરોના મામલે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી છે.

દુનિયાભરમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા 1 લાખ 51 હજાર 760 થઈ ગઈ છે. આ જાનલેવા વાયરસ અત્યાર સુધી 137 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને આની ચપેટમાં આવીને 5764 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીનમાં જ આ બિમારીથી 3189 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 110 સુધી પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી આ વાયરસની ચપેટમાં આવવાના કારણે 2 લોકો મોતના શિકાર થઈ ગયા છે.

કોરોનાનો કહેર

કોરોનાનો કહેર

કોરોના વાયરસના કહેરના કારણે ઘણી રાજ્યોની શાળા-કોલેજ, મૉલ, થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પણ લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે સંપૂર્ણ પણે સાવચેતી રાખો.

WHO ડાયરેક્ટરે દીપિકા-પ્રિયંકાને કરી આ અપીલ

WHO ડાયરેક્ટરે દીપિકા-પ્રિયંકાને કરી આ અપીલ

એટલા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને પણ સોશિયલ મીડિયા પર સુપરસ્ટાર સેલેબપ્સને આ મામલે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધાનોમે ટ્વિટર પર ઘણા સેલેબ્શને ટેગ કર્યા છે અને તેમને સેફ હેન્ડ્ઝ ચેલેન્જ લેવાની રિક્વેસ્ટ કરી છે.

પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણને માર્મિક અપીલ

તેમણે જે સેલિબ્રિટીઓને ટેગ કર્યા છે તેમાં પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ પણ શામેલ છે. ડાયરેક્ટર ટેડ્રોસે પોતાના ટ્વિટ પર લખ્યુ છે કે હું આ બધા લોકોને અપીલ કરુ છુ કે ગ્લોબલ સ્ટાર્સ સેફ હેન્ડ્ઝ ચેલેન્જ લઈને પોતાના વીડિયો શેર કરે અને પોતાની સાથે જ ત્રણ વધુ લોકોને આ ચેલેન્જ લેવા માટે કહે, આપણે સૌ મળીને આ વાયરસ સામે લડી શકીએ છીએ.

આ વાતોનુ રાખો ધ્યાન

આ વાતોનુ રાખો ધ્યાન

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાથને લગભગ 20 સેકન્ડ સુધી ધુઓ. હાથમાંથી બેક્ટેરિયા સાફ કરવા માટે સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે. એટલા માટે આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે. ભીડવાળા વિસ્તારમાં જવાથી બચો. જે લોકોને ખાંસી કે શરદી હોય, તેમના સંપર્કમાં ન આવો. પોતાના નાક-મોઢા અને આંખોને વારંવાર ટચ ના કરો. જો તમને ખાંસી,શરદી કે તાવા હોય તો તરત જ ડૉક્ટર પાસે જાવ. ખાંસતી અને છીકતી વખતે નાક-મોઢા પર રૂમાલ કે ટિશ્યુ પેપર રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X