Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચંદ્રશેખર કેવી રીતે બન્યો ભીમ આર્મીનો ‘રાવણ', જાણો દલિત નેતા બનવાની કહાની

ભીમ આર્મીના સંસ્થાપક અને અધ્યક્ષ ચંદ્રશેખર ઉર્ફે રાવણ ઉપરથી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) હટાવવાના યોગી સરકારના નિર્ણય બાદ તેમને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

ભીમ આર્મીના સંસ્થાપક અને અધ્યક્ષ ચંદ્રશેખર ઉર્ફે રાવણ ઉપરથી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) હટાવવાના યોગી સરકારના નિર્ણય બાદ તેમને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ગુરુવારે રાતે લગભગ 2 વાગે જેલમાંથી બહાર નીકળતા જ ચંદ્રશેખર જૂના રંગમાં જોવા મળ્યા અને એલાન કર્યુ કે 2019 માં ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકીશુ. ચંદ્રશેખર મે 2017 થી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) હેઠળ જેલમાં બંધ હતા. તેમણે કહ્યુ કે મને પૂરો વિશ્વાસ છે કે આગામી 10 દિવસોમાં ભાજપ સરકાર મને કોઈને કોઈ આરોપમાં ફરીથી જેલમાં ફસાવવાની કોશિશ કરશે. આખરે કોણ છે આ ચંદ્રશેખર ઉર્ફે રાવણ અને શું છે ભીમ આર્મી, જેમણે ખૂબ જ ઓછા સમયમાં જ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પોતાનો ખાસ્સો પ્રભાવ બનાવી દીધો છે. આવો જાણીએ...

સહારનપુરમાં જાતીય હિંસા દરમિયાન ઉભરી ભીમ આર્મી

સહારનપુરમાં જાતીય હિંસા દરમિયાન ઉભરી ભીમ આર્મી

વર્ષ 2017 મ માં સહારનપુરના શબ્બીરપુર ગામમાં દલિતો અને સવર્ણમો વચ્ચે હિંસાની એક ઘટના થઈ. આ હિંસા દરમિયાન એક સંગઠન ઉભરીને સામે આવ્યુ જેનું નામ હતુ ભીમ આર્મી. ભીમ આર્મીનું પૂરુ નામ ‘ભારત એકતા મિશન ભીમ આર્મી' છે અને તેની રચના લગભગ 6 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ સંગઠનના સંસ્થાપક અને અધ્યક્ષ છે ચંદ્રશેખર જેમણે પોતાનું ઉપનામ ‘રાવણ' રાખ્યુ છે. શબ્બીરપુરમાં થયેલી હિંસા બાદ રાવણે 9 મે 2017 ના રોજ સહારનપુરના રામનગરમાં મહાપંચાયત બોલાવી. આ મહાપંચાયત માટે પોલિસે મંજૂરી આપી નહિ પરંતુ સોશિયલ મીડિયા દ્વારા મહાપંચાયતની સૂચના મોકલવામાં આવી.

દલિત યુવાનોનું ફેવરિટ સંગઠન બન્યુ ભીમ આર્મી

દલિત યુવાનોનું ફેવરિટ સંગઠન બન્યુ ભીમ આર્મી

સેંકડોની સંખ્યામાં લોકો આમાં શામેલ થવા માટે પહોંચ્યા જેમને રોકવા માટે પોલિસ અને ભીમ આર્મીના સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો અને ત્યારબાદ ચંદ્રશેખર સામે કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી. સંગઠનના અધ્યક્ષ ચંદ્રશેખર વ્યવસાયે વકીલ છે. લગભગ છ વર્ષ પહેલા 2011 માં ગામના કેટલાક યુવાનો સાથે મળીને ચંદ્રશેખરે ‘ભારત એકતા મિશન ભીમ આર્મી' ની રચના કરી હતી. ભીમ આર્મી આજે દલિત યુવાનોનું એક મનપસંદ સંગઠન બની ગયુ છે. સોશિયલ મીડિયા પર પણ આ સંગઠન સાથે લોકો મોટી સંખ્યામાં જોડાયેલા છે. ખાસ વાત એ છે કે આ સંગઠનમાં દલિત યુવકો સાથે પંજાબ અને હરિયાણાના શીખ યુવાનો પણ જોડાયા છે. યુપીના સહારનપુરમાં આ સંગઠન પોતાની ખાસ ઓળખ બનાવી ચૂક્યુ છે.

હોબાળા બાદ બદલાયુ સંગઠનનું સ્વરૂપ

હોબાળા બાદ બદલાયુ સંગઠનનું સ્વરૂપ

જે સમયે ભીમ આર્મીની રચના કરવામાં આવી હતી તે સમયે આ સંગઠનનો ઉદ્દેશ દલિત સમાજની સેવા કરવી અને આ સમાજની ગરીબ કન્યાઓ માટે પૈસા ભેગા કરી તેમના લગ્ન કરાવવાનો હતો. ચંદ્રશેખરનું કહેવુ છે કે જે દિવસે હોબાળો થયો તે દિવસે તે પરિવારના સભ્યો સાથે પોતાના ગામ છુટમલપુર સ્થિત ઘર પર હતો. ચંદ્રશેખરે જણાવ્યુ કે રાજકીય પક્ષોને બધા સમાજના મતોની જરૂર હોય છે પરંતુ કોઈ વાસ્તવમાં દલિતોની પરવા કરતુ નથી. અમારા લોકો પર રોજે રોજ અત્યાચાર કરવામાં આવે છે અને તેમની પાસે અવાજ નથી. તે પોલિસમાં પણ નથી જઈ શકતા કારણકે તે અમારી વાત સાંભળતા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X