Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોણ છે દ્રૌપદી મુર્મૂ જે બની શકે છે ભાવિ રાષ્ટ્રપતિ, જાણો ક્લાર્કથી લઈને પ્રેસિડેન્ટ સુધીની સફર

ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ માટે તેણે દ્રૌપદી મુર્મૂને પસંદ કર્યા છે. આવો જાણીએ દ્રૌપદી મુર્મૂની અંગત અને રાજકીય સફર વિશે.

નવી દિલ્લીઃ ભાજપે રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ માટે તેણે દ્રૌપદી મુર્મૂને પસંદ કર્યા છે. આ નામ સામે આવતા જ રાષ્ટ્રપતિ પદની દાવેદારી કરી રહેલા દ્રૌપદી મુર્મૂ વિશે જાણવામાં દરેક લોકો રસ દાખવી રહ્યા છે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મૂ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. જો મુર્મૂ હરીફાઈમાં સફળ થાય તો તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. તમને જણાવી દઈએ કે એક મહિલા જે એક સમયે સિંચાઈ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા તે દેશના સર્વોચ્ચ પદના ઉમેદવાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આવો જાણીએ દ્રૌપદી મુર્મૂની અંગત અને રાજકીય સફર વિશે.

શિક્ષણ

શિક્ષણ

દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓરિસ્સાના મયુરગંજ જિલ્લાના બૈદપોસી ગામમાં થયો હતો. તેમના પિતાનુ નામ બિરાંચી નારાયણ ટુડુ છે. તેઓ આદિવાસી વંશીય જૂથ સંથાલોના છે. દ્રૌપદી મુર્મૂએ તેમના ગૃહ જિલ્લામાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, ભુવનેશ્વરના રામાદેવી મહિલા મહાવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે શિક્ષક તરીકે તેમની કારકિર્દી શરૂ કરી અને થોડો સમય આ ક્ષેત્રમાં કામ કર્યુ.

સિંચાઈ વિભાગ અને વિજળી વિભાગમાં કર્યુ કામ

સિંચાઈ વિભાગ અને વિજળી વિભાગમાં કર્યુ કામ

દ્રૌપદી મુર્મીએ 1979થી 1983 સુધી સિંચાઈ અને ઉર્જા વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યુ છે. 1994થી 1997 સુધી તેમણે શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટર, રાયરંગપુરમાં માનદ સહાયક શિક્ષક તરીકે પણ સેવા આપી હતી.

પતિ અને બે દીકરાને ગુમાવ્યા

પતિ અને બે દીકરાને ગુમાવ્યા

દ્રૌપદી મુર્મૂના લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયા હતા. તેમને બે પુત્રો અને એક પુત્રી હતા પરંતુ લગ્ન પછી તરત જ તેમણે તેમના પતિ અને તેના બે પુત્રોને અકાળે ગુમાવ્યા. આ પછી માતાએ નોકરીમાંથી મળેલા પગારમાંથી ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને પુત્રી ઇતિ મુર્મૂને ભણાવી. દીકરીને પણ કોલેજ પછી બેંકમાં નોકરી મળી ગઈ. હવે તે તેના લગ્ન જીવનમાં ખુશ છે.

નેતા તરીકે શરુ કરી રાજકીય સફર

નેતા તરીકે શરુ કરી રાજકીય સફર

દ્રૌપદી મુર્મૂએ વર્ષ 1997માં ઓરિસ્સામાં રાયરંગપુર નગર પંચાયતમાં કાઉન્સિલર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારબાદ વર્ષ 2000માં તેઓ ઓરિસ્સા સરકારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સામાં બીજેડી અને ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ માર્ચ 2000થી 2004 સુધી રાજ્યના વાણિજ્ય અને વાહનવ્યવહાર તેમજ મત્સ્ય અને પશુ સંશાધન વિકાસ વિભાગના પ્રધાન પદે રહ્યા હતા. વર્ષ 2007માં દ્રૌપદીને મુર્મૂને ઓરિસ્સા વિધાનસભાના વર્ષના શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.દ્રૌપદી મુર્મૂ મુર્મૂ ભાજપના ઓરિસ્સા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા.

ઝારખંડના પહેલા રાજ્યપાલ બનવાનુ ગૌરવ

ઝારખંડના પહેલા રાજ્યપાલ બનવાનુ ગૌરવ

દ્રૌપદી મુર્મૂને ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનુ ગૌરવ પણ મળેલુ છે. આ ઉપરાંત તેઓ ઝારખંડના પ્રથમ રાજ્યપાલ હતા જેમણે વર્ષ 2000માં આ રાજ્યની રચના પછી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેઓ વર્ષ 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ પદે રહ્યા હતા.જો દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતે (એનડીએના સંખ્યાબળને જોતા જેની સંપૂર્ણ સંભાવના છે) તો તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હશે. જીતવાની સ્થિતિમાં ઓરિસ્સા રાજ્યમાંથી દેશના ટોચના પદ પર પહોંચનાર તેઓ પ્રથમ વ્યક્તિ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X