શંભુ બોર્ડર પર હાર્ટ અટેકથી એક ખેડૂતનું મોત
ફરી એકવાર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા ભેગા થયા છે અને તેમની માંગણીઓ સ્વીકારવાની આજીજી સાથે આંદોલન પર ઉતરી ગયા છે. ખેડૂત આંદોલન 2.0ના ચોથા દિવસે શુક્રવારે હરિયાણાની બોર્ડર્સ પર શાંતિપૂર્ણ માહોલ જણાઈ રહ્યો છે. જ્યારે હવે હરિયાણાના અંબાલામાં શંભુ બોર્ડર પર એક ખેડૂત મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલ મુજબ હ્રદય રોગના હુમલા (Heart Attack)ને કારણે ખેડૂતનું મૃત્યુ થયું છે. મૃતક ખેડૂતની ઓળખ જ્ઞાન સિંહ રૂપે થઇ છે.

મળતી માહિતી મુજબ જ્ઞાન સિંહ ખેડૂતો આંદોલનમાં સામેલ થવા માટે હરિયાણાની શંભુ બોર્ડર પર પહોંચ્યા હતા. અહીં તેઓ ધરણા પર બેઠા હતા. તેઓ ગુરુદાસપુર જિલ્લાના રહેવાસી હતા. ગુરુવારે મોડી રાતે તેમના હ્રદયમાં દુઃખાવો ઉપવાની ફરિયાદ કર્યા બાદ જ્ઞાન સિંહને નજીકના દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. આજે જ્ઞાન સિંહના પાર્થિવ શરીરને શંભુ બોર્ડર પર લાવવામાં આવશે, જ્યાં ખેડૂતો તેમને શ્રદ્ધાંજલિ આપશે.












Click it and Unblock the Notifications
