Who is Naresh Meena : કોણ છે SDM ને થપ્પડ મારનાર નરેશ મીણા? જાણો કેમ મારી થપ્પડ?
Naresh Meena Rajasthan : રાજસ્થાનમાં એસડીએમને થપ્પડ મારનારા નરેશ મીણાની ખુબ ચર્ચા છે. નરેશ મીણા રાજનીતિમાં કુદાકુદ કરનારા નેતાઓમાં સામેલ છે.
રાજસ્થાનમાં પેટા ચૂંટણી બાદ નરેશ મીણા થપ્પડ કાંડની ખુબ ચર્ચા છે. કોગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટના નજીકના ગણાતા મીણાના થપ્પડ કાંડ બાદ મોટો હંગામો સર્જાયો છે.

નરેશ મીણા અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસના બળવાખોર નેતા છે. છેલ્લા ઘણા સમયથી ટિકિટ માટે પ્રયાસ કરી રહેલા નરેશ મીણા ટિકિટ માટે કોંગ્રેસમાં જોડાય છે અને ન મળતા બળવો કરીને ચૂંટણી લડે છે. નરેશ મીણાને રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના નજીકના માનવામાં આવે છે.
સમાચારો અનુસાર, થપ્પડ બાદ નરેશ મીણાની ધરપકડ કરવા ગયેલી રાજસ્થાન પોલીસ પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આગજનીની ઘટના બની છે. પોલીસ અને મીના સમર્થકો સામસામે આવી જતા મોટો હંગામો સર્જાયો હતો. પથ્થરમારામાં દસ પોલીસકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે. બીજા દિવસે પણ સ્થિતિ તંગ છે.
રાજસ્થાનમાં પેટાચૂંટણી માટે મતદાન દરમિયાન નરેશ મીણાએ ટોંક જિલ્લાના માલપુરા સબડિવિઝન અધિકારી અમિત કુમાર ચૌધરીને દેવલી ઉનિયારા વિધાનસભા મતવિસ્તારના નાગરફોર્ટ તાલુકાના સમરાવતા ગામના મતદાન મથકની બહાર થપ્પડ મારી દીધી હતી. આ પછી રાત્રે પોલીસ નરેશ મીણાની ધરપકડ કરવા ગઈ ત્યારે હિંસા થઈ.
નરેશ મીણા મૂળ રાજસ્થાનના બારન જિલ્લાના અત્રુ તાલુકામાં આવેલા નયાગાંવના રહેવાસી છે. તેમના પિતા કલ્યાણ સિંહ મીના 30 વર્ષ ગામના સરપંચ રહ્યાં છે. હાલમાં નરેશની માતા સરપંચ છે. નરેશની પત્ની સુનીતા પણ રાજકારણમાં સક્રિય છે. સુનીતા જિલ્લા પરિષદ સભ્ય છે. નરેશના ભાઈની પત્ની પંચાયત સમિતિના સભ્ય છે. રાજસ્થાન યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રહી ચૂકેલા નરેશ મીણાની દૌસામાં આદિવાસી મતદારો પર સારી પકડ છે.
નરેશ મીણાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં છાબરા છિપાબરોડાથી કોંગ્રેસની ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળતાં તે બળવાખોર બન્યા અને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા, પરંતુ 43 હજાર 921 મતોથી હાર્યા. બળવાના કારણે કોંગ્રેસે નરેશ મીણાની હકાલપટ્ટી કરી હતી.
લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ શિસ્ત સમિતિના અધ્યક્ષ ઉદયલાલ આંજણા અને સભ્યોએ નરેશ મીણાને પાછા લેવા હાઈકમાન્ડને પ્રસ્તાવ મોકલ્યો હતો. જેના પર નરેશ મીણા કોંગ્રેસમાં પરત ફર્યા હતા.
લોકસભા ચૂંટણી 2024 માં તેમણે મીણા પ્રભુત્વવાળી બેઠક દૌસાથી ટિકિટ માટે દાવો કર્યો હતો. ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી દીધી. અહીંથી કોંગ્રેસે મુરારી લાલ મીણાને ટિકિટ આપી, જે ભાજપના કન્હૈયા લાલ મીણા સામે 2,37,340 મતોથી જીત્યા. જો કે નરેશ મીણાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
હવે રાજસ્થાન પેટાચૂંટણી 2024માં નરેશ મીણાએ ફરી કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગી હતી. આ વખતે દેવળી ઉનિયારામાંથી દાવો કર્યો છે. જ્યારે તેમને ટિકિટ ન મળી ત્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા.
13 નવેમ્બરે મતદાન દરમિયાન એસડીએમ અમિત કુમાર ચૌધરી સાથે બોલાચાલી થઈ અને એસડીએમને થપ્પડ મારી દીધી. ઉન્યારા પેટાચૂંટણીમાં બળવો કરવા બદલ કોંગ્રેસે નરેશ મીણાને સસ્પેન્ડ કર્યા છે.












Click it and Unblock the Notifications
