કોણ છે નાયબ સિંહ સૈની, જે બની શકે છે હરિયાણાના નવા CM? જાણો કેટલી સંપત્તિના છે માલિક? કેટલુ ભણેલા છે?
Haryana New CM Nayab Singh Saini: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આજે તેમની કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનનાયક જનતા પાર્ટી (JJP)નું ગઠબંધન લોકસભા ચૂંટણી પહેલા સીટની વહેંચણીને લઈને તૂટી ગયું છે.
મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કુરુક્ષેત્રના સાંસદ નયાબ સિંહ સૈની હરિયાણાના સીએમ બનવાની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બની શકે છે.

Who is Nayab Singh Saini: કોણ છે નાયબ સિંહ સૈની?
નાયબ સિંહ સૈની હરિયાણામાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પીઢ નેતા છે અને હાલમાં કુરુક્ષેત્ર મતવિસ્તારમાંથી લોકસભા સાંસદ છે. હાલમાં નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના અધ્યક્ષ છે. ભાજપે તેમને 27 ઓક્ટોબર 2023ના રોજ હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા.
નાયબ સિંહ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી 1970ના રોજ અંબાલાના નાના ગામ મિઝાપુર માજરામાં થયો હતો. મુઝફ્ફરપુરમાં નાયબ સિંહ સૈની, બી.આર. આંબેડકર, બિહાર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. તેમણે ચરણ સિંહ યુનિવર્સિટી, મેરઠમાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.
Nayab Singh Saini Political career: નાયબ સિંહ સૈની રાજકીય સફર
ભાજપ પહેલા નાયબ સિંહ સૈની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા હતા. આ દ્વારા તેઓ મનોહર લાલ ખટ્ટરને મળ્યા હતા. થોડા સમય પછી નાયબ સિંહ સૈની ભાજપમાં જોડાયા. તેમને 2005માં યુવા મોરચા ભાજપ અંબાલાના જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009માં, તેમને ભાજપ કિસાન મોરચા, હરિયાણાના રાજ્ય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.
નાયબ સિંહ સૈની 2012માં ભાજપ અંબાલાથી જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. 2014માં, તેઓ નારાયણ ગઢ વિધાનસભાથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા. તેઓ 2016માં હરિયાણા સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હતા. લોકસભા ચૂંટણી-2019માં કુરુક્ષેત્રથી ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. આ પછી, તેમને ઓક્ટોબર 2023માં હરિયાણા રાજ્ય પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
Nayab Singh Saini Net Worth: નાયબ સિંહ સૈનીની સંપત્તિ
નાયબ સિંહ સૈનીની સંપત્તિ 3 કરોડ રૂપિયા છે. તેમના પર રૂ. 57 લાખનુ દેવુ છે. નાયબ સિંહ સૈની પાસે 4 લાખ રૂપિયા રોકડા છે અને 24 લાખ રૂપિયા વિવિધ બેંકોમાં જમા છે.












Click it and Unblock the Notifications
