જાણો કોણ છે સીબીઆઈના નવા પ્રમુખ એમ નાગેશ્વર રાવ

સરકાર તરફથી જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે તે અનુસાર એમ નાગેશ્વર રાવ સીબીઆઈના નવા વચગાળાના નિર્દેશક હશે.

સીબીઆઈની અંદર જે રીતે મોટા અધિકારીઓ પર લાંચ લેવાનો સનસનીખેજ આરોપ લાગ્યો અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે એફઆઈઆર નોંધવામાં આવી તે બાદ સરકાર તરફથી મોટુ પગલુ લેવામાં આવ્યુ છે. સરકારે સીબીઆઈના બંને મોટા અધિકારીઓ ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટરની તેમના પદ પરથી છુટ્ટી કરી દીધી છે. વળી, સીબીઆઈના નવા પ્રમુખનું પણ એલાન કરવામાં આવ્યુ છે. સરકાર તરફથી જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે તે અનુસાર એમ નાગેશ્વર રાવ સીબીઆઈના નવા વચગાળાના નિર્દેશક હશે.

તેજ તર્રાર પોલિસ અધિકારી

તેજ તર્રાર પોલિસ અધિકારી

નાગેશ્વર રાવને ખૂબ જ તેજ તર્રાર પોલિસ અધિકારી માનવામાં આવે છે. તે ઓડિશા કેડરના આઈપીએસ અધિકારી છે. વર્ષ 1986 માં આઈપીએસમાં પસંદ થતા પહેલા નાગેશ્વર રાવે ઓસ્માનિયા વિશ્વવિદ્યાલયમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અહીંથી તેમણે રસાયણ વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે આગળનો અભ્યાસ મદ્રાસ આઈઆઈટીમાંથી કર્યો હતો. મદ્રાસ આઈઆઈથી નાગેશ્વર રાવે પીએચડીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમની પસંદગી આઈપીએસમાં થઈ હતી.

તેલંગાનાના નિવાસી

તેલંગાનાના નિવાસી

રાવ મૂળ તેલંગાનાના વારંગલ જિલ્લાના નિવાસી છે. તેમને ઘણા કડક અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તેમના પોતાના કામ માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર, સ્પેશિયલ ડ્યુટી મેડલ સહિત ઓડિશા રાજ્યપાલ મેડલથી પણ સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. નાગેશ્વર રાવની પ્રારંભિક હાજરી ઘણી રસપ્રદ છે. તેમને 1989-90 માં તાલેચરમાં તૈનાત કરવામાં આવ્યા હતા જેને કોલસા માફિયાઓનો ગઢ માનવામાં આવે છે. પરંતુ અહીં આવ્યા બાદ રાવે આ સમગ્ર રેકેટને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રાવ સામે મુશ્કેલ પડકાર

રાવ સામે મુશ્કેલ પડકાર

ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક દિવસોથી મોઈન કુરેશી લાંચ કાંડ અંગે સીબીઆઈ સતત સમાચારોમાં હતી. ત્યારબાદ એક પછી એક તમામ અધિકારીઓ પર લાંચ લેવાના આરોપ લાગી રહ્યા હતા. ત્યાં સુધી કે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર પણ આની લપેટમાં આવી ગયા અને તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી અને તેમની તમામ જવાબદારીઓમાંથી છુટ્ટી કરી દેવામાં આવી. જે માહોલમાં રાવની સીબીઆઈ ચીફ તરીકે વરણી થઈ છે તે ઘણી પડકારરૂપ છે. માટે એ જોવાનું રસપ્રદ રહેશે કે છેવટે રાવ આ બધુ કેવી રીતે ઉકેલે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X