કોણ છે પ્રદીપ ગવાંડે જેની સાથે બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે ટીના ડાબી, બંનેની ઉંમરમાં છે 13 વર્ષનુ અંતર

આઈએએસ અધિકારી ટીના ડાબી એક વાર ફરીથી પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છે.

જયપુરઃ આઈએએસ અધિકારી ટીના ડાબી એક વાર ફરીથી પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. તે રાજસ્થાન બેચના જ આઈએએસ અધિકારી પ્રદીપ ગવાંડે સાથે એક વાર ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. ખુદ ટીના ડાબીએ આ અંગે માહિતી સોશિયલ મીડિયા પર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા આપી છે. ટીનાએ પોતાની સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને જણાવ્યુ કે તે ફરીથી લગ્ન કરવા જઈ રહી છે. ટીના ડાબીની આ પોસ્ટની ઘણી ચર્ચા થઈ રહી છે અને લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે છેવટે એ કોની સાથે લગ્ન કરવા જઈ રહી છે.

રાજસ્થાન કેડરના આઈએએસ

રાજસ્થાન કેડરના આઈએએસ

ટીના ડાબી રાજસ્થાન કેડરના 2013ની બેચના આઈએએસ અધિકારી પ્રદીપ ગવાંડે સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. વળી, પ્રદીપની વાત કરીએ તો તે હાલમાં જયપુરમાં તૈનાત છે. ટીના ડાબી પણ જયપુરમાં જ પોતાની સેવાઓ આપી રહી છે. પ્રદીપ ગવાંડે ટીના ડાબીથી ત્રણ વર્ષ સીનિયર છે. તેમણે 2013માં સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી હતી. તેઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. પ્રદીપે એમબીબીએસની ડિગ્રી મેળવી છે અને ત્યારબાદ યુપીએસસી પાસ કર્યુ.

ઉંમરમાં 13 વર્ષનુ છે અંતર

ઉંમરમાં 13 વર્ષનુ છે અંતર

પ્રદીપના ઈન્સ્ટાગ્રામને જોઈએ તો તેમણે પોતાના વિશે ખુદ માહિતી આપી છે. તેઓ રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ મેડિકલ ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. હાલમાં તે ઑર્કિયોલૉજી એન્ડ મ્યુઝિયમ રાજસ્થાનમાં ડાયરેક્ટર છે. પ્રદીપ અને ટીના ડાબીની ઉંમરના તફાવતની વાત કરીએ તો તે 13 વર્ષ છે. હા, પ્રદીપ ટીનાથી 13 વર્ષ મોટા છે. ટીના ડાબીનો જન્મ 9 નવેમ્બર, 1993ના રોજ થયો હતો.

22 એપ્રિલે લગ્ન

22 એપ્રિલે લગ્ન

ટીના ડાબીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એ અંગે માહિતી આપી કે તે પ્રદીપ ગવાંડે સાથે સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ટીના અને પ્રદીપ આગલા મહિને 22 એપ્રિલે સાંજે 7 વાગે એક ખાનગી હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ટીના ઉપરાંત પ્રદીપે પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ અંગે માહિતી આપી છે. પ્રદીપે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.

પહેલા લગ્ન તૂટ્યા

પહેલા લગ્ન તૂટ્યા

તમને જણાવી દઈએ કે ટીના ડાબીએ 2015માં આઈએએસ ટૉપ કર્યુ હતુ. તેની સાથે જ અતહર ખાને પણ આઈએએસની પરીક્ષામાં એ જ વર્ષે બીજો રેન્ક મેળવ્યો હતો. બંને જ્યારે લબાસનામાં ટ્રેનિંગ કરી રહ્યા હતા ત્યારે બંને વચ્ચે પ્રેમ થયો. ત્યારબાદ 2018માં ટીના અને અતહરે લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા સમય બાદ બંનેના ડિવૉર્સ થઈ ગયા. મૂળ રીકે દિલ્લીની રહેવાસી ટીનાએ માત્ર 23 વર્ષની ઉંમરમાં આઈએએસ ટૉપ કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X