કોણ છે રાહુલ કનાલ? જેમણે શિંદે જુથ માટે છોડ્યુ ઉદ્ધવનુ જુથ, આદિત્ય ઠાકરેના હતા કરીબી
મુંબઈમાં BMC ચૂંટણી પહેલા શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેના નજીકના સાથી રાહુલ કનાલ શિવસેના (UBT) છોડીને શિંદે જૂથની શિવસેનામાં જોડાઈ રહ્યા છે.
શિવસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ કનાલ શિંદેના જૂથમાં સામેલ થવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, રાહુલ કનાલ અને અન્ય કેટલાક શિવસેના કાર્યકરો શનિવારે શિંદે જૂથમાં જોડાશે.
ઉદ્ધવ જૂથે રાહુલ કનાલને પક્ષ છોડવાની વાતને બહુ મહત્વ આપ્યું નથી. સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેઓ નથી જાણતા કે રાહુલ કનાલ પાર્ટીમાં કેવી રીતે આવ્યા અને તેમની બહાર નીકળવાને આટલું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે.

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર રાહુલ કણાલની ચર્ચાએ જોર પકડ્યું છે. દરેક વ્યક્તિ રાહુલ કનાલ વિશે જાણવા માંગે છે. આવો જાણીએ કોણ છે રાહુલ કણાલ અને કનાલ અને આદિત્ય વચ્ચે શું થયું...?
રાહુલ કનાલ મુંબઈમાં બ્રાન્દ્રાનો જાણીતો ચહેરો છે. રાહુલ કનાલ એક રેસ્ટોરન્ટ ધરાવે છે અને પોતાનો બિઝનેસ ચલાવે છે. રાહુલ કનાલ બોલિવૂડ જગતમાં પણ પ્રખ્યાત છે. સલમાન ખાનથી લઈને ક્રિકેટર વિરાટ કોહલી સુધીની રાહુલ કનાલ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર છે.
રાહુલ બાંદ્રામાં ભાઈજાન રેસ્ટોરન્ટનો માલિક છે, જેનું નામ તેણે સલમાન ખાનના નામ પર રાખ્યું છે. રાહુલ કનાલ એનજીઓ આઈ લવ મુંબઈ પણ ચલાવે છે. તેઓ શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા.
રાહુલ કનાલનું શિવસેના (UBT) સાથે જોડાણ યુવા સેના સાથે શરૂ થયું. રાહુલ કનાલ છેલ્લા 10 વર્ષથી આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળની યુવા સેના સાથે હતા. અહેવાલો અનુસાર રાહુલ કનાલ પણ બાંદ્રા પશ્ચિમથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
રાહુલ કનાલ અને આદિત્ય ઠાકરે વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ કણાલે યુવા સેના કોર કમિટીના વોટ્સએપ ગ્રુપ છોડી દીધું. આ પછી યુવા સેનાએ રાહુલ કનાલ સહિત બાંદ્રા પશ્ચિમના તમામ હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા છે.
રાહુલ કનાલ પણ આવકવેરા વિભાગના રડારમાં આવ્યો હતો અને ગયા વર્ષે તેના નિવાસસ્થાને પણ સર્ચ કરવામાં આવ્યું હતું. 13 જૂને આદિત્ય ઠાકરેના જન્મદિવસ પર રાહુલ કનાલે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. રાહુલ કનાલે લખ્યું કે, "કેટલા લોકો તમારી વિરુદ્ધ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે તમારી સાથે છે તે હંમેશા રહેશે.












Click it and Unblock the Notifications
