લે. કર્નલ સચિન પાયલટનો રસપ્રદ પરીચય, ટ્રમ્પ સાથે પણ છે કનેક્શન!

સચિન પાયલટની જિંદગી સાથે જોડાયેલા કેટલાય રસપ્રદ પાસાં છે જેનાથી કદાચ તમે અજાણ હશો. વાંચો અહીં.

જયપુરઃ રાજસ્થાન કોંગ્રેસ માટે ગમે ત્યારે બેડ ન્યૂજ આવી શકે છે. અહીં ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર સચિન પાયલટે દાવો કર્યો કે સીએમ અશોક ગેહલોતની સરકાર લઘુમતીમાં છે. સચિન પાયલટે 2018માં વિધાનસભા ચૂંટણીમાં ટોંક સીટથી ચૂંટણી જીતી હતી. તે સમયે સચીન પાયલટની ઉંમર 41 વર્ષની હતી અને જો પાયલટને સીએમ બનાવવામાં આવે તો તેઓ રાજ્યના સૌથી નાની ઉમરના સીએમ બનીને એક નવો રેકોર્ડ બનાવે છે. આમ તો તેમની જિંદગી સાથે જોડાયેલા કેટલાય રસપ્રદ પાસાં છે પરતુ એક વાત એવી પણ છે જેનાથી કદાચ તમે અજાણ હશો. ડોનાલ્ડ ટ્રમ્પ સચિન પાયલટના સુપર સિનિયર છે. જે કોલેજથી સચિન પાયલટે એમબીએનો અભ્યાસ કર્યો ત્યાંથી જ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અભ્યાસ કર્યો હતો.

સચિન પાયલટનો જન્મ

સચિન પાયલટનો જન્મ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસના કદાવર નેતા અને ઇન્ડિયન એરફોર્સમાં સ્ક્વાડ્રન લીડર રાજેશ પાયલટ અને રમા પાયલટના ઘરે 7 સપ્ટેમ્બર 1977ના રોજ દીકરા સચિનનો જન્મ થય હતો. નવી દિલ્હીના એરફોર્સ બાળ ભારતી સ્કૂલથી સચિને પ્રાથમિક અભ્યાસ મેળવ્યો અને પછી સેંટ સ્ટીફેંસ કોલેજથી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કર્યો. જે બાદ સચિને ગાજિયાબાદના આઇએમટી કોલેજથી માર્કેટિંગમાં ડિપ્લોમા કર્યો. અહીંથી તેઓ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આવેલ વ્હાર્ટન સ્કૂલ ઑફ ધી યૂનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા ચાલ્યા ગયા. સચિને વર્ષ 2002માં અમેરિકાની આ પ્રતિષ્ઠિત કોલેજથી એમબીએની ડિગ્રી હાંસલ કરી.

ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાં સચિન ભણ્યા

ડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાં સચિન ભણ્યા

સચિન પાયલટે જે અમેરિકી કોલેજમાં અભ્યાસ કર્યો ત્યાંથી જ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની દીકરી ઇવાંકા ટ્રમ્પ, ટેસ્લાના એલન મસ્ક, બર્કશાયર હૈથવેના સીઈઓ વોરેન બફેટ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઇ સહિત અનિલ અંબાણી અને આદિત્ય મિત્તલ જેવા શખ્સોએ ડિગ્રી હાંસલ કરી છે. વ્હાર્ટન સ્કૂલ ઑફ ધી યૂનિવર્સિટી ઑફ પેંસિલવેનિયાના હાલ 155 દેશમાં 95000 પૂ્વ વિદ્યાર્થી છે. માત્ર એટલું જ નહિ આ અમેરિકાની એક એવી કોલેજ છે જેના એમબીએ પ્રોગ્રામને બેસ્ટ માનવામાં આવે છે. યૂએસ ન્યૂજ વેબસાઇટ મુજબ વ્હાર્ટન ગ્રેજ્યુએટ કોઇપણ વિદ્યાર્થીને પહેલા વર્ષમાં એવરેજ 1,59,815 અમેરિકી ડોલરની સેલેરી વાળી નોકરી આસાનીથી મળે છે. ફર્ચ્યુનની 500 સીઇઓની યાદીમા ટોપ 100 કંપનીઓના ત્રણ સીઇઓ આ કોલેજથી જ ભણેલા છે.

વર્ષ 2012માં આર્મી ઑફિસર બન્યા

વર્ષ 2012માં આર્મી ઑફિસર બન્યા

રાજનીતિ સચિન પાયલટના લોહીમાં વહે છે. તેમના પિતા કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય મત્રી રહી ચૂક્યા છે જ્યારે તેમના લગ્ન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની દીકરી સારા અબ્દુલ્લા સાથે થયાં. સારાનો ભાઇ અમર અબ્દુલ્લા હાલ નેશનલ કોન્ફ્રેન્સનો અધ્યક્ષ છે અને તે પણ જમ્મુ કાશ્મીરનો મુખ્યમંત્રી રહી ચૂક્યો છે. છ સપ્ટેમ્બર 2012ના રોજ સચિન પાયલટ પહેલા એવા કેન્દ્રીય મંત્રીબન્યા જેમને ટેરિટોરિયલ આર્મીમાં એક ઑફિસર તરીકે કમિશન મળ્યું. તેમના સ્ક્વાડ્રન લીડર પિતાની પણ ઇચ્છા હતી કે સચિનઆર્મી ઑફિસર બને પરંતુ તેમણે રાજનીતિને પસંદ કરી.

સિખ રેજીમેન્ટમાં ઑફિસર

સિખ રેજીમેન્ટમાં ઑફિસર

સચિને આર્મીમાં જવાનો જુસ્સો ના છોડ્યો અને વર્તમાનમાં ટેરિટોરિયલ આર્મીમાંલેફ્ટિનેન્ટ પાયલટ તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. કમીશન મળ્યા બાદ સચિને કહ્યું હતું, હું બહુ પહેલેથી જ આર્મીમાં જવા માંગતો હતો અને મારા પિતા અને મારા દાદા પણ સેના સાથે જોડાયેલા હતા. હવે હું પણ સેનાનો ભાગ બની બહુ સન્માનિત મહેસુસ કરી રહ્યો છું. વર્ષ 2015માં સચિને ટેરિટોરિયલ આરમી તરફથી લેવાયેલ લેખિત પરીક્ષા પાસ કરી અને પછી અલ્હાબાદમાં સર્વિસ સિલેક્શન બોર્ડનું ઇન્ટર્વ્યૂ પણ ક્લિયર કર્યું. બાદમાં તેમણે દેહરાદૂન સ્થિત ઇન્ડિયન મિલિટ્રી એકેડમીથી ઑફિસરની ટ્રેનિંગ પૂરી કરી. સચિન પાયલટ હાલ 124 ટીએ બટાલિયનની સિખ રેજીમેન્ટમાં પોસ્ટેડ છે.

સૌથી નાની ઉંમરે સાંસદ બન્યા હતા

સૌથી નાની ઉંમરે સાંસદ બન્યા હતા

વર્ષ 2009માં સચિન પાયલટે રાજસ્થાનની અજમેર સીટથી ભાજપના કિરણ માહેશ્વરને 76000થી વધુ વોટે હરાવ્યા હતા. તે સમયે સચિનની ઉંમર 32 વર્ષની હતી. વર્ષ 2014માં ભાજપના સાંવરલાલ જાટે પાયલટને અજમેર સીટથી માત આપી દીધી હતી. જાન્યુઆરી 2014માં રાહુલ ગાંધીએ તેમના રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ નિયુક્ત કરી દીધા હતા. જાન્યુઆરી 2014માં જ્યારે સચિન પાયલટને આ પદ સોંપવામાં આવ્યું તે સમયે જ લોકો માનવા લાગ્યા હતા કે આ પાર્ટીની એક રણનીતિ છે જેમાં સચિન પાયલટને રાજ્યના નેતા તીકે આગળ વધારવામાં આવશે. તે સમયેથી જ તેમને સીએમ બનાવવાની ટ્રેનિંગ શરૂ થઇ ગઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X