CBIના નવા ચીફ કોણ? આ ત્રણ નામો શોર્ટ લિસ્ટ કરાયા
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં વિપક્ષી નેતાઓને હેરાન કરવાના આરોપ લાગી રહ્યા છે તે સીબીઆઈના નવા અધ્યક્ષની નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. આના માટે કમિટીએ ત્રણ નામો શોર્ટલિસ્ટ કર્યા છે.
CBIના નવા અધ્યક્ષ માટે વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતાની બનેલી એક કમિટીએ ત્રણ નામ પસંદ કર્યા છે. આ કમિટીએ શનિવારે બેઠક બાદ નામોની પસંદગી કરી છે.

સામે આવી સમાચારો અનુસાર, ડીજીપી કર્ણાટક પ્રવીણ સૂદ, ડીજીપી મધ્યપ્રદેશ સુધીર સક્સેના અને તાજ હસન સીબીઆઈના આગામી ડિરેક્ટર બનવાની રેસમાં છે. થોડા દિવસોમાં આ ત્રણમાંથી એકના નામ પર અંતિમ મહોર લાગી જશે.
સૂત્રોના અનુસાર, રાજ્ય કેડરના 1986 બેચના IPS અધિકારી પ્રવીણ સૂદ આ પદ માટે સૌથી આગળ છે. સૂદ માર્ચમાં ચર્ચામાં આવ્યા હતા. તેમના પર કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમારે રાજ્યમાં બીજેપી સરકારને બચાવવાનો આરોપ લગાવ્યો હતો.
ડીકે શિવકુમારે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની ધરપકડની માંગણી કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ કોંગ્રેસના નેતાઓ સામે કેસ નોંધી રહ્યા છે.
વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની બનેલી સમિતિ દ્વારા સીબીઆઈ ડિરેક્ટરની પસંદગી બે વર્ષની નિશ્ચિત મુદત માટે કરાય છે અને આ કાર્યકાળ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.
સૂત્રો અનુસાર, મીટિંગ દરમિયાન નવા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અને સભ્ય લોકપાલ તરીકે નિમણૂક માટે સંભવિત ઉમેદવારોની પણ ચર્ચા કરવામાં આવી.
મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના IPS અધિકારી અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર જયસ્વાલે 26 મે 2021ના રોજ CBIની બાગડોર સંભાળી હતી. તેમનો કાર્યકાળ 25 મે 2023ના રોજ સમાપ્ત થશે. હવે નવા સીબીઆઈ વડાની નિમણૂકની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. ટૂંક સમયમાં અંતિમ નામ પસંદ કરાશે.












Click it and Unblock the Notifications
