For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

77 દેશોમાં પહોંચ્યો ઓમિક્રૉન, WHO એ ગણાવ્યો સૌથી ઝડપથી ફેલાતો વાયરસ, ભારતમાં સંખ્યા વધી

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જોખમ સૌથી ઝડપથી વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જોખમ સૌથી ઝડપથી વધી રહ્યુ છે. ધીમે-ધીમે કરીને ઓમિક્રૉન ડઝનેક દેશોમાં પોતાનો પગ ફેલાવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમે પણ કોરોનાના નવા વેરિઅંટના જોખમ વિશે ચેતવ્યા છે. તેમણે જણાવ્યુ કે 77 દેશોમાં ઓમિક્રૉનના કેસ આવી ચૂક્યા છે પરંતુ સચ્ચાઈ એ છે કે ઓમિક્રૉન લગભગ બધા દેશો સુધી પહોંચી ચૂક્યો છે. ભલે ત્યાં કેસ પકડમાં ન આવ્યા હોય. ટે઼્રોસ અધાનોમે જણાવ્યુ કે ઓમિક્રૉન જે ઝડપથી આગળ રહ્યો છે એટલી ઝડપથી કોરોના વેરિઅંટનો કોઈ પણ વાયરસ ફેલાયો નથી.

who

વિશ્વ આરોગ્ય સંગઠને અપીલ કરી છે કે દેશો ઓમિક્રૉન સંક્રમણે ફેલાતો રોકી શકે છે અને તેણે તે જરુર કરવુ જોઈએ. બધા દેશોએ આના માટે જરુરી પગલાં લેવા જોઈએ. માત્ર રસીકરણ આ સંકટથી દરેકને નહિ બચાવી શકે. અમને એ વાતની ચિંતા છે કે લોકો ઓમિક્રૉનને હળવુ સંક્રમણ ગણાવીને તેને ફગાવી રહ્યા છે. જો કે, ઓમિક્રૉનના લક્ષણ હળવા છે પરંતુ સતત એક સાથે સંખ્યા વધી તો પછી તે આરોગ્ય સિસ્ટમ પર ભારે દબાણ કરી શકે છે.

ટેડ્રોસે કહ્યુ કે આપણે કોરોના વેક્સીનના બૂસ્ટર શૉટની વિરોધમાં નથી પરંતુ અમે આમાં અસમાનતાના વિરોધમાં છીએ. ઓમિક્રૉનના આવવાથી ઘણા દેશોએ કોવિડ-19ના બૂસ્ટર શૉટને પોતાના બધા વયસ્કોને આપવાનો કાર્યક્રમ શરુ કર્યો છે. તેમછતાં એ પગલુ લેવામાં આવ્યુ છે કે આપણી પાસે આના કોઈ પુરાવા નથી કે બૂસ્ટર શૉટથી ઓમિક્રૉન વેરિઅંટને રોકવામાં મદદ મળે છે.

તમને જણાવી દઈએ કે ઓમિક્રૉનના કેસ ભારતમાં વધી રહ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 8 નવા ઓમિક્રૉનના કેસ નોંધવામાં આવ્યા જેમાંથી 7 મુંબઈમાંથી છે. આ સાથે રાજ્યમાં કુલ સંખ્યા 28 સુધી પહોંચી ગઈ છે. જો કે મહારાષ્ટ્રમાં જોવા મળેલા ઓમિક્રૉનના કોઈ પણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ 8 દર્દીઓમાંથી એક બેંગલુરુ અને બીજો દિલ્લી ગયો હતો. આમાંથી 7 દર્દી મુંબઈના છે અને 1 દર્દી વસઈ-વિરારનો છે. આ બધા દર્દીઓની ઉંમર 24થી 41ની વચ્ચે છે. આમાંથી 3 દર્દી લક્ષણો વિનાના છે અને અન્ય 5માં હળવા લક્ષણો છે.

આ પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે બે ઓમિક્રૉન કેસ નોંધવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સામે આવેલ એક મહિલા સહિત બંને દર્દી ઓમિક્રૉન દર્દીના સંપર્કમાં આવવાના કારણે સંક્રમિત થયા છે અને તેમને બંને રસી લાગેલી છે. બંનેની દુબઈથી ટ્રાવેલ હિસ્ટ્રી હતી. નવા 8 કેસ સામે આવવા સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના કેસોની કુલ સંખ્યા 28 સુધી પહોંચી ગઈ છે.

વળી, રાજધાની દિલ્લીમાં પણ ગઈકાલે 4 નવા ઓમિક્રૉન કેસ સામે આવ્યા હતા જે બાદ દિલ્લીમાં ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા 6 થઈ ગઈ છે. એરપોર્ટથી અત્યાર સુધી 74 મુસાફરોને હૉસ્પિટલ મોકલવામાં આવી ચૂક્યા છે જ્યાં ઓમિક્રૉનના શંકાસ્પદ કેસોને આઈસોલેટ અને ઈલાજ માટે વિશેષ વૉર્ડ બનાવવામાં આવ્યા છે તેમાંથી 36ને હૉસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.

English summary
WHO says coronavirus new variant omicron has now reported in 77 countries, cases increase in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X