માસ રેપિસ્ટને કેમ બચાવી રહ્યા છો? નરેન્દ્ર મોદીને રાહુલ ગાધીનો આકરો સવાલ
હજારો મહિલાઓ સાથે બળાત્કાર કરનારા પ્રજ્વલ રેવન્ના મુદ્દે નરેન્દ્ર મોદીની બેવડી નીતિ પર વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યું છે. હવે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને આ મુદ્દે સીધા સવાલ કર્યા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહિલાઓના યૌન શોષણના આરોપી પ્રજ્વલ રેવન્નાના રાજદ્વારી પાસપોર્ટને તાત્કાલિક રદ કરવાની માગણી કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરીને પીએમ મોદી પાસે આ માંગ કરી હતી.

હવે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાની પોસ્ટને રિટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યો છે. તેમણે પૂછ્યું કે, વડાપ્રધાન, તમે સામૂહિક બળાત્કારીને કેમ બચાવી રહ્યા છો? તમારી મજબૂરી શું છે?
જણાવી દઈએ કે, આ પહેલા પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડા એચડી દેવગૌડાએ તેના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને ભારત પાછા ફરવા સામે ચેતવણી આપી હતી અને તેમને કાનૂની પ્રક્રિયામાં જોડાવા માટે નિર્દેશ આપ્યો હતો.
હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના 27 એપ્રિલના રોજ જર્મની જવા રવાના થયો અને હજુ પણ ફરાર છે. ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ પણ જારીને તેના ઠેકાણા વિશે માહિતી માંગી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ અત્યંત નિરાશાજનક છે કે આટલી ગંભીર બાબતમાં તેમના દ્વારા પહેલેથી જ લખાયેલા પત્ર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મુખ્યમંત્રીએ અગાઉ 1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિદેશ અને ગૃહ મંત્રાલયોને પ્રજ્વલનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી.
આ પહેલા JDSએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. શિમોગામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રજ્જવલ રેવન્નાએ 400 મહિલાઓને યૌન ઉત્પીડનનો વીડિયો બનાવ્યો હતો, ત્યારબાદ પૂર્વ MLC અને બેંગલુરુ JDS પ્રમુખ HM રમેશ ગૌડાએ કર્ણાટક પોલીસને IPCની કલમ 202 હેઠળ કેસ નોંધવાની માંગ કરી હતી.












Click it and Unblock the Notifications
