આખરે, શા માટે કેજરીવાલ કરી રહ્યાં છે લોકપાલનો વિરોધ?
નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ ફરી એકવાર દેશમાં લોકપાલ બિલને લાવવાની કવાયદે વેગ પકડ્યો છે, આજે રાજ્યસભામાં લોકપાલ ઠરાવ પાસ થાય છે કે નહીં એ અંગે ટૂંક સમયમાં માલુમ થઇ જશે, પરંતુ લોકપાલ બિલ પર છેડાયેલી જંગ હવે લોકોની સામે આવી ગઇ છે. માત્ર સંસદની અંદર જ એ ચર્ચાનો વિષય નથી પરંતુ સંસદ બહાર રસ્તા પર પણ આ મુદ્દે યુદ્ધ છેડાઇ રહ્યું છે.

કેજરીવાલની વાત પર દિલ્હીની જનતાને વિશ્વાસ થયો અને દિલ્હીની જનતાએ કેજરીવાલને ચૂંટ્યા, પરંતુ જે લોકપાલના દમ પર કેજરીવાલ લોકોની નજરમાં હીરો બન્યા હતા, તેને જ હથિયાર બનાવીને કોંગ્રેસે પોતાનો દાવ ખેલ્યો છે. ચાર રાજ્યોમાં હારથી કાંપી ઉઠેલી કોંગ્રેસે પહેલીવાર આ મુદ્દે પ્રેસ વાર્તા કરી. હંમેશા કેમેરાથી દૂર રહેતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકપાલ લાવવાના એ જ કારણ ગણાવ્યા જે પોતાની સભાઓમાં કેજરીવાલ કહેતા આવ્યા છે.
તેનાથી કેજરીવાલને એટલી મુશ્કેલી ના થઇ, પરંતુ જ્યારે લોકપાલ માટે અનશન પર બેસેલા અણ્ણા હઝારે એ પણ રાહુલ ગાંધી પર વિશ્વાસ મુક્યો તો કેજરીવાલ હચમચી ગયા. કેજરીવાલે જાહેરમાં કહ્યું કે, સરકારનું લોકપાલ બિલ એક ઉંદરને પણ પકડી શકે તેમ નથી, જે મુદ્દે અણ્ણાએ પણ કેજરીવાલની ટીકા કરી. પોતાના ગુરુનો વિરોધ અરવિંદ કેજરીવાલથી સહાયો નહીં અને તેમણે અણ્ણાને જ ભિષ્મ પિતામહ કહી દીધા.
ત્યારબાદ રાજકિય પંડિતોએ પણ પોતાના તર્ક આપવાનું શરૂ કરી દીધુ. ટીવી પર ચર્ચા પણ એ જ કહે છે કે, કેજરીવાલનો વિરોધ યોગ્ય છે, કારણ કે અણ્ણાનું સમર્થન જો સરકારને મળે છે અને લોકપાલ બિલ સંસદમાં પાસ થઇ જાય છે તો બધી ક્રેડિટ રાહુલ ગાંધી અને અણ્ણા હઝારેને મળી જશે. લોકો વચ્ચે અણ્ણા હઝારે પૂજનીય અને રાહુલ ગાંધી હીરો બની જશે, જેનું સીધુ નુક્સાન કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને થશે.
તેથી કેજરીવાલે અણ્ણાનો વિરોધ કર્યો છે, નહીંતર એટલું તો આમ આદમી પાર્ટીને પણ સમજાય છે કે છેલ્લા સાત દિવસથી અનશન પર બેસેલી વ્યક્તિ આમ જ લોકપાલ બિલ પર પોતાની સહમતિ કેવી રીતે આપી શકે છે, અણ્ણા હઝારેને પણ લાગે છે કે આ વખતનું સરકારનું લોકપાલ બિલ તેમના બિલને મળતું આવે છે. તેવામાં કેજરીવાલને ગુસ્સો આવે એ પણ સ્વાભાવિક છે, કારણ કે જો અણ્ણા-રાહુલ એક થઇ જશે તો કેજરીવાલ પાસે વોટ માંગવા માટે કોઇ મહત્વપૂર્ણ કારણ નહીં રહી જાય. તેથી લોકપાલ બિલ પર રાહુલ હીરોના બની જાય તેથી અરવિંદ કેજરીવાલ તેનો વિરોધ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
