દિલ્હી શરાબ નીતિ કૌભાંડના આરોપી પાસેથી બીજેપીએ 60 કરોડ કેમ લીધા? આમ આદમી પાર્ટીના ગંભીર સવાલ
દેશમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી પર સતત ઈલેક્ટરોલ બોન્ડને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં બીજેપીની સંડોવણી પર સવાલ ઉઠાવ્યા છે.
સીએમ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સતત બીજેપી પર નિશાન સાધી રહી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી બોન્ડ યોજના હેઠળ મળેલા દાન પર સવાલ ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું કે, કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સૌથી મોટા કિંગપિન શરદ ચંદ્ર રેડ્ડી પાસેથી લગભગ 60 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના નેતા મંત્રી સૌરભ ભારદ્વાજે એક નિવેદનમાં ભારતીય જનતા પાર્ટી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડ્સ પાછળ છુપાઈને ભાજપે કહેવાતા એક્સાઇઝ પોલિસી કેસના સૌથી મોટા કિંગપિન શરદ ચંદ્ર રેડ્ડી પાસેથી લગભગ 60 કરોડ રૂપિયા લીધા. આ કોઈ આરોપ નથી, આ સત્ય છે અને અમે પુરાવા બતાવ્યા છે. શરદચંદ્ર રેડ્ડીની ધરપકડ બાદ ભાજપે 55 કરોડ રૂપિયા લીધા. ED અને કેન્દ્ર સરકારે કહ્યું કે તે PMLA હેઠળ આરોપી છે.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી આતિષી માર્લેનાએ પણ ભાજપની ચૂંટણી બોન્ડ યોજના અંગે પ્રશ્નો ઉઠાવ્યા. આતિશીએ કહ્યું કે, શરદ ચંદ્ર રેડ્ડીએ ટેન્ડર દ્વારા દિલ્હીમાં દારૂની દુકાનો પણ ખરીદી હતી. એક્સાઇઝ કેસમાં EDએ તેની ધરપકડ કરી હતી.
પરંતુ તેણે ED સમક્ષ કહ્યું કે તે ક્યારેય અરવિંદ કેજરીવાલને મળ્યા નથી કે ન તો તેની સાથે વાત કરી છે. બીજા દિવસે નવેમ્બરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેમણે આબકારી નીતિ વખતે ભાજપને 4.5 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ આપ્યા છે.
આતિશીએ કહ્યું કે, શરદ ચંદ્ર રેડ્ડીની કંપની અરબિંદો ફાર્માએ રેડ્ડીની ધરપકડ બાદ ભાજપના ખાતામાં 55 કરોડ રૂપિયા આપ્યા. તેમની પાસેથી ભાજપના ખાતામાં 59.5 કરોડ રૂપિયા આવ્યા. મની ટ્રેઇલ અહીં થઈ છે. પૈસા ભાજપના ખાતામાં ગયા છે. તેથી ભાજપ અધ્યક્ષની ધરપકડ થવી જોઈએ. પરંતુ પાછળથી એપ્રિલ 2023 માં તેણે નિવેદન આપ્યું કે AAPને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને તે જ સમયે તેમને જામીન મળી ગયા.
જણાવી દઈએ કે, આ કેસમાં હજુ સુધી ઈડીએ કોઈ એવા પુરાવા રજુ કર્યા નથી જે સાફ કરે કે કેજરીવાલ આરોપી છે. આ કેસમાં કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી હોવાના સીધા સંકેત મળ્યા છે.












Click it and Unblock the Notifications
