નરેન્દ્ર મોદીએ મિઝોરમનો પ્રવાસ કેમ રદ્દ કર્યો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દિવસોમાં ચૂંટણી માટે રાહ જોઈ રહેલ રાજ્ય મિઝોરમનો પ્રવાસ રદ્દ કર્યો છે. પીએમના આ મોટા નિર્ણય બાદ રાજ્યમાં ચૂંટણી અભિયાનની કમાન અમિત શાહ સંભાળી લેશે. મિઝોરમ ભાજપના મીડિયા સંયોજક જાની લાલથનપુડ્યાએ એક નિવેદનમાં જણાવ્યું કે આગલા સોમવારે (30 ઓક્ટોબરે) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા રાજ્યનો પ્રવાસ કરશે, જેઓ રાજ્યના દક્ષિણી ભાગમાં ચૂંટણી અભિયાનને ધાર આપશે.

મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. જેના માટે રાજકીય પાર્ટીઓનું ચૂંટણીલક્ષી અભિયાન તેજ થઇ ગયું છે. રાજ્ય ભાજપના મીડિયા સંયોજક જૉની લાલથનપુડ્યાએ કહ્યું કે એક અન્ય વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 7 નવેમ્બરે થનાર વિધાનસભા ચૂંટણી માટે સોમવારે પૂર્વોત્તર રાજ્યમાં પ્રેચાર કરવાની સંભાવના છે.
જો કે પીએમ મોદીની ચૂંટણી રેલી રદ્દ થયા બાદ મિઝોરમ ભાજપના મીડિયા સંયોજક જૉની લાલથનપુઈયાએ કહ્યું કે પીએમ મોદીની જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહ મિઝોરમમાં ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપશે. જો કે અમિત શાહ મિઝોરમ ક્યારે આવશે તેને લઈ કોઈ તારીખ હજી નક્કી નથી થઇ.
મોદીએ મિઝોરમના મુખ્યમંત્રીને કારણે રદ્દ કર્યો પ્રવાસ?
મિઝોરમના સીએમ જોરમથાંગાએ પીએમ મોદીના વિરોધમાં અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ ઘોષણા કરી કે પીએમ મોદી જો રાજ્યના ચૂંટણી કાર્યક્રમમાં આવશે તો સીએમ પોતે પીએમ સાથે સ્ટેજ પર ઉપસ્થિત રહેવાનું પસંદ નહીં કરે.
જણાવી દઈએ કે જોરામ થાંગા મિઝો નેશનલ ફ્રંટના નેતા છે. એમએનએફ કેન્દ્રમાં એનડીએનો ઘટક દળ પણ છે. એવામાં પીએમનો પ્રવાસ રદ થવાને લઈ કેટલાય લોકો તેને મુખ્યમંત્રીની ઘોષણા સાથે જોડી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ મણિપુરમાં મૈતેઈ સમુદાયના વિરોધ અને હિંસાને લઈ જોરામ થાંગાએ એનડીએ ગઠબંધન સામે બગાવત કરી દીધી છે. તેમણે કહ્યું કે આ સમય હવે ભાજપ સાથે રહેવાનો નથી.












Click it and Unblock the Notifications
