1972 બાદ કોઈ ચંદ્ર પર કેમ નથી ગયુ? જાણો કેમ અમેરિકાએ મુન મિશન બંધ કરી દીધા?
ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની ધરતી પર ઉતરવા માટે રવાના થઈ ગયુ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક તરફ ભારત ચંદ્ર પર ઉતરવા માટે સતત મિશન મોકલી રહ્યુ છે ક્યારે અમેરિકા જેવા દેશોએ તેના મુન મિશન બંધ કરી દીધા છે. એવુ તો શું થયુ કે માણસને ચંદ્ર પર મોકલ્યા બાદ પણ અમેરિકાએ તેના મુન મિશન બંધ કરી દીધા?

21 જુલાઈ 1969ની તારીખ અવકાશ વૈજ્ઞાનિકો અને માનવ સભ્યતા માટે એક મહત્વની તારીખ છે. આ એ જ દિવસ છે જ્યારે માણસે પહેલી વખત ચંદ્ર પર પગ મુક્યો હતો. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ઉતર્યા બાદ તેમનાા પથી યુજીન સર્નાન 1972માં છેલ્લી વખત ચંદ્ર પર ગયા હતા. યુજેન ચંદ્ર પર ચાલનારા છેલ્લા વ્યક્તિ હતા. આ પછી આજ સુધી કોઈ મનુષ્ય ચંદ્ર પર ગયુ નથી. હવે સવાલ એ છે કે આવું કેમ થયું? આ પછી કોઈ દેશે ચંદ્ર પર કોઈ માણસ કેમ નથી મોકલ્યો?
1972 પછી કોઈ પણ વ્યક્તિને ચંદ્ર પર ન મોકલવા પાછળનું સૌથી મોટું કારણ પૈસા છે. બીબીસીના એક અહેવાલ અનુસાર, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ખગોળશાસ્ત્રના પ્રોફેસર માઈકલ રિચ કહે છે કે, ચંદ્ર પર માનવ મિશન મોકલવામાં ઘણો ખર્ચ થયો હતો અને તેનાથી વૈજ્ઞાનિકોને લાભ ઓછો થયો.
તમને જાણીને નવાઈ લાગશે કે, 2004માં, અમેરિકાએ ફરી એકવાર ચંદ્ર પર માનવ મિશન મોલવા માટે યોજના બનાવી હતી અને આ માટે તત્કાલિન રાષ્ટ્રપતિ ડબલ્યુ જ્યોર્જ બુશે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે આના માટે અધધ 104,000 મિલિયન ડોલરનું અંદાજિત બજેટ રજુ કરાતા તેને બંધ કરી દેવાયો.
તમને જણાવી દઈએ કે, ભારતે 22 ઓક્ટોબર 2008ના રોજ ચંદ્રયાન 1 લોન્ચ કર્યું હતું. આ પછી 22 જુલાઈ 2019 ના રોજ બીજા પ્રયાસમાં ચંદ્રયાન-2 ચંદ્રની ધ્રુવીય ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરતી વખતે લેન્ડર વિક્રમથી અલગ થયુ અને ઉતરાણ કરતી વખતે ક્રેશ થઈ ગયુ. હવે ભારતે તેનું ચંદ્રયાન 3 લોંચ કર્યુ છે.












Click it and Unblock the Notifications
