આ જિલ્લાની પોલીસ નથી ઉજવતી જન્માષ્ટમી, 29 વર્ષ પહેલાં એવું તો શું થયું હતું કે...
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર જ્યાં આખો દેશ કૃષ્ણના રંગમાં રંગાયેલો છે, ચારોતરફ કાન્હાના જન્મની તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં જ ભારતનો એક એવો જિલ્લો પણ છે જ્યાંની પોલીસ જન્માષ્ટમીને 'કાળી રાત'ના રૂપે મનાવે છે. 29 વર્ષ પહેલાં કંઈક એવું બન્યું હતું કે આ જિલ્લાની પોલીસે જન્માષ્ટમી ઉજવવી બંધ કરી દીધી.

અમે વાત કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશના કુશીનગર પોલીસની. કુશીનગર પોલીસ જન્માષ્ટમીની રાતને કાળી રાત તરીકે માને છે. 29 વર્ષ પહેલાં યુપીના આ જિલ્લામાં એવું કંઈક થયું હતું કે અહીંની પોલીસ આજદિવસ સુધી જન્માષ્ટમી નથી મનાવતી.
જણાવી દઈએ કે કુશીનગરમાં જન્માષ્ટમીના દિવસને એક અભિશાપ માનવામાં આવે છે. આમ તો કુશીનગર જિલ્લાની પોલીસ લાઈનમાં વર્ષો પહેલાં ભગવાન કૃષ્ણના જન્મદિવસના અવસર પર ભવ્ય સજાવટ કરવામાં આવતી હતી, પરંતુ 29 વર્ષ પહેલાંની એ રાત્રીએ પોલીસકર્મીઓ શહીદ થયા હોવાના કારણે જિલ્લા પોલીસ હવે જન્માષ્ટમીની રાતને 'કાળા દિવસ' તરીકે મનાવે છે.
વાત છે 30 ઓગસ્ટ 1994ની, આ દિવસે પણ જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. પરંતુ અચાનક મોડી રાતે બિહાર બોર્ડર પરના એક ગામ પચરુખિયાંમાં ડાકુઓ ઘૂસી ગયા હોવાની પોલીસને સૂચના મળી. સૂચના મળતાં જ તાત્કાલીન એસપી બુદ્ધચંદે પડરૌનાના પોલીસ અધિકારી યોગેન્દ્ર પ્રતાપ, તરયાસુજાનના એસએચઓ અનિલ પાંડે અને કુબેરસ્થાનના એસએચઓ રાજેન્દ્ર યાદવને ત્યાં મોકલ્યા.
રાતના લગભગ 9.30 વાગ્યે પોલીસની બે ટૂકડી હોડીમાં સવાર થઇ બાંસી નદી પાર કરી ડાકુ ઘૂસ્યા હોવાની સૂચના મળી હતી તે ગામ પહોંચ્યા, પરંતુ તેમને ત્યાં ડાકૂના કોઈ નિશાન મળ્યાં નહીં. જે બાદ હોડી લઈ પોલીસની એક ટૂકડી પાછી ફરી. પરંતુ જ્યારે બીજી ટૂકડી પરત ફરી રહી હતી ત્યારે ડાકુઓએ પોલીસની ટૂકડી પર હુમલો કરી દીધો હતો.
ડાકુઓએ પોલીસની આ ટૂકડી પર બોમ્બ ફેંક્યા અને તાબડતોડ ફાયરિંગ કર્યું, જેમાં ઈન્સપેક્ટર અનિલ પાંડે, રાજેન્દ્ર યાદવ, કોન્સ્ટેબલ નાગેન્દ્ર પાંડે, ખેદન સિંહ, વિશ્વનાથ યાદવ, પરશુરામ ગુપ્તા મૃત્યુ પામ્યા. 6 પોલીસકર્મીઓના મૃત્યુ થયાં હોવાના કારણે એ વર્ષથી જ આ જિલ્લાની પોલીસે જન્માષ્ટમી ઉજવવાની બંધ કરી દીધી.












Click it and Unblock the Notifications
