જાણો, કેમ ચોમાસું મોડું થઈ રહ્યું છે, આ વખતે કેમ નબળું રહેશે?
જાણો, કેમ ચોમાસું મોડું થઈ રહ્યું છે, આ વખતે કેમ નબળું રહેશે?
નવી દિલ્હીઃ હવામાન વિભાગ મુજબ 8 જૂને મોનસૂન કેરળના તટ પર દસ્તક આપી દેશે, જેની અસરથી કેરળ અને કર્ણાટકના અંદરના ભાગમાં સારોએવો વરસાદ થશે અને લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ સ્કાઈ મેટ મુજબ આ વખતે મૉનસૂન કમજોર રહેશે, સામાન્ય રીતે આ મહિનાના અંત સુધીમાં દિલ્હી પહોંચતું હોય છે પરંતુ આ વખતે દિલ્હી વાસીઓને 10-15 દિવસ વધુ ઈંતેજાર કરવો પડશે.

જાણો ચોમાસામાં મોડું કેમ થયું
સ્કાઈમેટે સંભવિત સામાન્યથી ઓછા વરસાદ પાછળ અલનીનોને જવાબદાર ઠેરવ્યું છે. અલનીનોના પ્રભાવથી પ્રશાંત મહાસાગરમાં સમુદ્ર સપાટી ગરમ થઈ જાય છે, જેનાથી હવાઓનો રસ્તો અને ગતિમાં પરિવર્તન આવે છે, જેને પગલે હવામાન ચક્ર પ્રભાવિત થાય છે.

શું છે અલનીનો
ઉષ્ણ કટિબંધીય પ્રશાંતના ભૂમધ્ય ક્ષેત્રના સમુદ્રના તાપમાન અને વાયુમંડળીય પરિસ્થિતિઓમાં આવેલ બદલાવ માટે ઉત્તરદાયી સમુદ્રી ઘટનાઓને અલનીનો કેવાય છે. આ દક્ષિણ અમેરિકાના પશ્ચિમી તટ પર સ્થિત ઈક્વાડોર અને પેરુ દેશોના તટીય સમુદ્રી જળોમાં કેટલાક વર્ષોના અંતરાલ પર ઘટિત થાય છે. જેના પરિણામ સ્વરૂપ સમુદ્ર સપાટીનું તાપમાન સામાન્યથી વધી જાય છે.

શું છે મૉનસૂન
મૉનસૂન સામાન્ય રીતે હિંદ મહાસાગર અને અરબ સાગર તરફથી ભારતના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવતી હવાઓને કહેવાય છે જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરેમાં વરસાદ કરાવે છે. આ એવા મૌસમી પવનો હોય છે, જે દક્ષિણી એશિયા ક્ષેત્રમાં જૂનથી સપ્ટેમ્બર એટલે કે ચાર મહિના સુધી સક્રિય રહે છે.

સામાન્યથી ઓછો વરસાદ થવાની આશંકા
સ્કાઈમેટ વેધરે જણાવ્યું કે આ વર્ષે મૉનસૂનની પહેલી વરસાદમાં દુશ્કાળ પડવાની આશંકા 15 ટકા છે અને સામાન્યથી ઓછા વરસાદની આશંકા 55 ટકા છે, અલનીનોને કારણે મૉનસૂન થોડું નબળું રહેશે, જ્યારે મધ્ય અને દક્ષિણ ભારતના ભાગમાં સામાન્યથી વધુ ગરમી પડશે.












Click it and Unblock the Notifications
