For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રમખાણ પીડિતો કરતા વધારે મલ્લિકા અને માધુરીમાં કેમ રસ લે છે મુલાયમ!

|
Google Oneindia Gujarati News

લખનઉ, 28 જાન્યુઆરી: છેલ્લા કેટલાય વર્ષોથી રાજનૈતિક પરિદ્રશ્યથી લગભગ ગાયબ થઇ ચૂકેલા સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહ સોમવારે અચાનક ચર્ચામાં આવી ગયા. હા સોમવારે તેમનો 58મો જન્મદિવસ હતો, અને તેમણે મુઝફ્ફરનગર રમખાણ પીડિતોને મળીને પોતાનો જન્મદિવસ મનાવ્યો.

દરેક વખતની જેમ આ વખતે પણ જયા પ્રદા તેમની સાથે હતી. રાષ્ટ્રીય લોકમંચના અધ્યક્ષ અમર સિંહે લોલી અને જોલા ગામમાં રમખાણ પીડિતોને ધાબડા આપ્યા. અત્રે નોંધનીય છે કે જ્યારથી યુપીની અખિલેશ સરકારે રાહત કેમ્પને બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારથી રમખાણ પીડિતો ખુલ્લામાં રસ્તે વસવાટ કરી રહ્યા છે.

એક સમયમાં ખાસ મિત્ર રહેલા અને હાલના સમયમાં સૌથી મોટા પ્રતિદ્વંદી મુલાયમ સિંહ યાદવ પર હુમલો કરતા અમર સિંહે જણાવ્યું છે કે મુઝફ્ફરનગર રાહત શિબિરમાં માસૂમ બાળકો ઠંડીના કારણે મરી રહ્યા હતા ત્યારે તેઓ બોલીવુડ અભિનેત્રીઓના ડાંસ જોવામાં વ્યસ્ત હતા.

mulayam singh
નોંધનીય બાબત એ છે કે જ્યારે અમરસિંહ સમાજવાદી પાર્ટીમાં હતા ત્યારે બોલિવુડ સ્ટાર્સને કરોડો રૂપિયા આપીને સૈફઇ મહોત્સવમાં બોલાવવામાં આવતા હતા. વાત 2004ની છે જ્યારે અમર સિંહે જ આની શરૂઆત કરી હતી અને બાદમાં તે ટ્રેંડ બની ગયો.

જોકે અમર સિંહે જણાવ્યું કે તેઓ આ વા મહોત્સવની વિરુધ્ધ નથી પરંતુ જ્યારે હજારો શરણાર્થીઓ ખુલ્લા આકાશની નીચે રહી રહ્યા હોય ત્યારે આવું આયોજન દુર્ભાગ્યપૂર્ણ છે. અમર સિંહ માધુરી દીક્ષિત અને મલ્લિકા શેરાવતનો ડાન્સ એવો જ હતો જેવો રાધાનો કબ્રગાહમાં ડાન્સ પરંતુ એ મુલાયમ સિંહની પસંદ હતી. મુલાયમ સિંહને રમખાણ પીડિતો કરતા વધારે મલ્લિકા શેરાવતમાં રસ હતો. એ જ કારણ છે કે તેઓ તેમને ભાજપ અને સંઘના એજન્ટ ગણાવી રહ્યા છે.

English summary
Mulayam Singh Yadav is more interested in Mallika Sherawat and Madhuri Dixit than the victims of Muzaffarnagar communal violence, Amar Singh said on Monday by meeting the refugees of Muzaffarnagar riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X