ભારતની ચૂંટણીઓમાં 'મુસ્લિમ કાર્ડ' શા માટે સદાબહાર?
ભારતમાં વર્ષોથી ચૂંટણી આવી નથી કે મુસ્લિમ મતદારોને રીઝવવા માટે પાર્ટીઓ પોતાની નાણાની કોથળી ખુલ્લી મુકવાથી લઇને નવી નવી યોજનાઓ જાહેર કરવામાં કોઇ કચાશ રાખતી નથી. પાર્ટીઓ આ M ફેક્ટર પાછળ આટલી ઘેલી શા માટે છે તેની આંકડાકીય માયાજાળ જાણવા જેવી છે.
M ફોર મુસ્લિમ ફેક્ટરના મહત્વનું કારણ એ છે કે ભારતમાં આ કોમ ભલે M ફોર માઇનોરિટીમાં આવે પરંતુ મત ગણનામાં તેમના મતોનું કદ મહત્વનું છે. ભારતમાં કુલ 543 લોકસભા બેઠકોમાંથી 145 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 11થી 20 ટકા વચ્ચે છે. જ્યારે 35 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોની વસતી 30 ટકાથી વધુ છે. આ કારણે કોઇ પણ બેઠક પરથી 30 ટકા મતદારોને રિઝવવાથી પાર્ટીને કેટલું મોટું નુકસાન થઇ શકે છે તે સમજી શકાય તેવું છે.
ભારતમાં 543 લોકસભા બેઠકોમાંથી 218 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતો પરિણામને અસર કરી શકે છે. આ કારણે જ જ્યારે રવિવારે તમિલનાડુમાં એક બિન રાજકીય મુસ્લિમ સંગઠને વિપક્ષ ડીએમકેને ટેકો આપવાની જાહેરાત કરી ત્યારે સત્તાશીન એઆઇએડીએમકેના સચિવ અને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ પોતાના સાથી ભાજપને ભાંડવાનું શરૂ કરી દીધું જેથી મુસ્લિમ મતદારોનો સાથ ગુમાવવો ના પડે.
આથી જ ભારતમાં M ફોર મોદી હોય કે M ફોર માયાવતી કે M ફોર મમતા બેનરજી આ બધાજ નેતાઓ મુસ્લિમ મતદારોને રિઝવવા માટે સતત પ્રયાસ કરતા રહે છે. આ માટે મુસ્લિમ ફ્રેન્ડલી ઇમેજ બનાવવા તેમણે અનેક યોજનાઓ પણ જાહેર કરી છે.
આવનારી લોકસભા ચૂંટણી 2014માં કયા રાજ્યમાં મુસ્લિમ મતદારો કેટલા પ્રભાવશાળી છે તે આગળ વાંચો...

દિલ્હીના ગાદી માટેની દોડ
ભારતમાં 543 લોકસભા બેઠકોમાંથી 218 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતો પરિણામને અસર કરી શકે છે. આથી જ ભારતમાં M ફોર મોદી હોય કે M ફોર માયાવતી કે M ફોર મમતા બેનરજી આ બધાજ નેતાઓ મુસ્લિમ મતદારોને રિઝવવા માટે સતત પ્રયાસ કરતા રહે છે. આ માટે મુસ્લિમ ફ્રેન્ડલી ઇમેજ બનાવવા તેમણે અનેક યોજનાઓ પણ જાહેર કરી છે.

લોકસભાની કેટલી બેઠકો પર મુસ્લિમ મતદારોની પ્રભાવ
કુલ લોકસભા બેઠકો 543
5 ટકા કે તેથી ઓછા મુસ્લિમ મતદારો - 142 બેઠકો
5 ટકાથી 10 ટકા મુસ્લિમ મતદારો - 183 બેઠકો
11 ટકાથી 20 ટકા મુસ્લિમ મતદારો - 145 બેઠકો
21 ટકાથી 30 ટકા મુસ્લિમ મતદારો - 38 બેઠકો
30 ટકા કે તેથી વધુ મુસ્લિમ મતદારો - 35 બેઠકો

30 ટકા કે તેથી વધુ મુસ્લિમ મતદારોવાળી 35 બેઠકો
પશ્ચિમ બંગાળ - 9 બેઠકો
ઉત્તર પ્રદેશ - 8 બેઠકો
જમ્મુ અને કાશ્મીર - 5 બેઠકો
આસામ - 4 બેઠકો
કેરળ - 4 બેઠકો
બિહાર - 3 બેઠકો
આંધ્રપ્રદેશ - 1 બેઠક
લક્ષદ્વીપ - 1 બેઠક

લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું!!!
સામાન્ય રીતે પાર્ટી મુસ્લિમ મતદારોને મહત્વ ઘણું આપે છે, તેની સરખામણીમાં મુસ્લિમ ઉમેદવારોને મહત્વ ઓછું આપે છે. વર્તમાન લોકસભાની વાત કરીએ તો 543 સભ્યોની લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 30 છે. જે કુલ બેઠકોના માત્ર 5.5 ટકા થાય છે. આ બાબત અહીં એટલા માટે મહત્વની છે કે પ્રતિનિધિત્વની વાત થાય છે ત્યારે ભારતમાં મુસ્લિમોની વસતી કુલ વસતીના સરેરાશ 15 ટકા છે.

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
1 ઉત્તર પ્રદેશ
80 બેઠકોમાંથી 54 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
બિહાર
40 બેઠકોમાંથી 29 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
પશ્ચિમ બંગાળ
42 બેઠકોમાંથી 28 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
કર્ણાટક
28 બેઠકોમાંથી 15 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
કેરળ
20 બેઠકોમાંથી 14 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
મહારાષ્ટ્ર
48 બેઠકોમાંથી 13 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
આંધ્રપ્રદેશ
42 બેઠકોમાંથી 12 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
આસામ
14 બેઠકોમાંથી 09 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
ગુજરાત
26 બેઠકોમાંથી 06 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની

11 ટકાથી વધારે મુસ્લિમ મતદારો હોય તેવા ટોપ 10 રાજ્યો
રાજસ્થાન
25 બેઠકોમાંથી 06 બેઠકોમાં મુસ્લિમ મતદારોની સંખ્યા મહત્વની












Click it and Unblock the Notifications
