For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંદરની વાત: આખરે મોદીએ શા માટે પહેલા પસંદ કર્યું ભુતાન!

|
Google Oneindia Gujarati News

થિમ્પૂ, 17 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મદીએ આજે અત્રે પોતાની ભુતાન યાત્રા વિશે જણાવ્યું હતું કે 'મારા અંતરાત્માના અવાજે કહ્યું કે મારે પહેલા ભુતાન જવું જોઇએ.' મોદીએ પોતાના વિદેશ પ્રવાસ માટે ભુતાન પર પહેલા પસંદગી ઉતારવા માટેનું કારણ જણાવ્યું હતું.

તેમણે ભુતાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા જણાવ્યું કે 'ભારે જનાદેશ મળ્યા બાદ સામાન્ય રીતે એવો ભાવ હોય છે કે કોઇ મોટા શક્તિશાળી દેશનો પ્રવાસ ખેડવામાં આવે જેથી ચારેબાજું સરાહના મળે. પરંતુ મારા અંતરાત્માનો અવાજ હતો કે મારે પહેલા ભુતાનનો પ્રવાસ કરવો જોઇએ.'

વડાપ્રધાને જણાવ્યું કે આની કોઇ યોજના ન્હોતી. આ એક સાધારણ પગલું હતું. જો મે ભુતાનનો પ્રવાસ ના કર્યો હોત તો મારી આત્મા મને સવાલ કરતી કે મેં એવું કેમ ના કર્યું. ભૂતાનમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિદેશ પ્રવાસ માટે મોદીની ભુતાનની પહેલી પસંદગી, આવો જાણીએ અંદરની વાત....

મોદીએ છોડ્યું હતું ઘર...

મોદીએ છોડ્યું હતું ઘર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ નાની ઉંમરમાં જ ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

17 વર્ષની ઉંમરમાં બન્યા સંન્યાસી

17 વર્ષની ઉંમરમાં બન્યા સંન્યાસી

જોકે નરેન્દ્ર મોદીનું ઘર છોડીને ચાલ્યા જવાનું કારણ કોઇ રિસામણા ન્હોતા, પરંતુ તેઓ માત્ર 17ની ઉંમરમાં ઘર અને પરિવારનો ત્યાગ કરીને સંન્યાસી બનવા માટે નીકળી ગયા હતા.

શંકર સિંહ વાઘેલાએ કરી હતી સગવળ

શંકર સિંહ વાઘેલાએ કરી હતી સગવળ

એક નિવેદનમાં શંકર સિંહ વાઘેલાએ એવું જણાવ્યું છે કે મોદી સંન્યાસ લઇને સાધના માટે હિમાલય ગયા ત્યારે તેમના જવાની સમગ્ર વ્યવસ્થા મે જ કરી હતી.

મોદી હિમાલયમાં બે વર્ષ રહ્યા

મોદી હિમાલયમાં બે વર્ષ રહ્યા

સૂત્રોની માહિતી અનુસાર નરેન્દ્ર મોદીએ હિમાલયની ગોદમાં બે વર્ષ સુધી સાધના કરી. બાદમાં તેઓ ફરીથી સંસાર એટલે કે ગુજરાતમાં આવ્યા હતા. જોકે ગુજરાતમાં આવ્યા બાદ પણ તેમણે ગૃહસ્થ જીવનનો સ્વીકાર કર્યો નહીં. તેઓ સેવાકાર્યમાં લાગી ગયા.

ભગવાન બુદ્ધ અને નરેન્દ્ર મોદી

ભગવાન બુદ્ધ અને નરેન્દ્ર મોદી

રાજા સિદ્ધાર્થ જે રીતે જ્ઞાનની શોધમાં રાજપાટ છોડીને જાય છે અને ભગવાન બુદ્ધ બનીને પાછા આવ્યા ત્યારે તેમણે સંસારમાં પોતાના જ્ઞાનનો પ્રકાશ ફેલાવાવાની અલખ જગાવી, એવું અનુમાન પણ કરી શકાય કે નરેન્દ્ર મોદીને કદાચ હિમાલયમાં જ્ઞાન થઇ ગયું હોય અને તેઓ કર્મયોગ કરવા માટે પાછા સંસારમાં આવ્યા હોય. અને સેવાકાર્યની અલખ જગાવી હોય.

ભુતાન તરફ મોદીનું ખેંચાણ

ભુતાન તરફ મોદીનું ખેંચાણ

એવું પણ બની શકે કે ભુતાન દેશ એ ભગવાન બુદ્ધની ભુમિ છે. ત્યાનાં લોકો બુદ્ધ ધર્મને પાળે છે. સમગ્ર દેશ પહાડોથી આચ્છાદિત છે, જ્યાં અલૌકિક, દિવ્ય અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. આવા વાતાવરણનું ખેંચાણ જો એક સાધકને, સંન્યાસીને થાય એ સ્વાભાવિક છે. અને નરેન્દ્ર મોદીએ પોતે પણ સ્વિકાર્યું છે કે તેમના અંતરાત્માનો અવાજ હતો જેથી તેઓ ભુતાનને પહેલા પસંદ કર્યું.

English summary
Why Narendra Modi selected Bhutan first for foreign tour?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X