For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુભાષ ચંદ્ર બોઝના વંશજો શા માટે નરેન્દ્ર મોદીને મળ્યા?

|
Google Oneindia Gujarati News

narendra-modi
આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક અને ભારતીય સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝના વંશજો તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નેતાજી અંગેના એવા તમામ કથિત દસ્તાવેજો અંગે ચર્ચા કરવાની હતી જે જાહેર કરવામાં આવ્યા નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી તેમને ખૂબ ભાવપૂર્વક મળ્યા હતા. તેમણે સુભાષ બાબુના પરિવારજનોની અરજીને સ્વીકારી હતી અને તેમને મદદ કરવાનો ભરોસો પણ આપ્યો હતો. પાછલા સપ્તાહે નરેન્દ્ર મોદી દિલ્હી બાદ પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા. તે દરમિયાન આ મુલાકાત ગોઠવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ 9 એપ્રિલના રોજ મુલાકાત ગોઠવી હતી.

તેમના સંબંધીઓ સાથેની મુલાકાત બાદ નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી અરજીમાં લખ્યું છે કે "નેતાજી સમગ્ર રાષ્ટ્રના હતા. આ કારણે અમે આપને પ્રધાનમંત્રી સમક્ષ માંગ કરવાની અપીલ કરીએ છીએ કે તેમના ભાગ્ય વિશે રહસ્ય જાણવાની અને તે સંદર્ભમાં તેનો અંત લાવવાની મદદ કરવા માટે તમામ દસ્તાવેજોને જાહેર ડોમેનમાં રજૂ કરવા જોઇએ."

વાસ્તવમાં મુદ્દો એ છે કે નેતાજીના પરિવારમાં તેમની મોત ક્યારે થઇ છે અને ક્યાં થઇ છે તે મુદ્દાને લઇને બે ધારણા છે. નેતાજીના પુત્રી ગણાતા અનીતા બોઝ સતત એ બાબતને કહેતા આવ્યા છે કે સુભાષ ચંદ્ર બોઝનું મૃત્યુ 1945માં એક હવાઇ દુર્ઘટનામાં થયું હતું.

વર્તમાનમાં અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચે સરકારને એ બાબતની ફેર તપાસ કરવા જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં 1970 અને 1980ના દાયકામાં થઇ ગયેલા ગુમનામી બાબાને સુભાષ ચંદ્ર બોઝ શા માટે કહેવામાં આવે છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મોટા ભાઇના વંશજ આ બાબત સાથે સંબંધ ધરાવે છે. અને ઇચ્છે છે કે નેતાજી અંગે તેમના પરિવારના પ્રવક્તા ચંદ્ર બોઝ, જે શરત ચંદ્ર બોઝના પૌત્ર છે તે મોદીને મળવા પહોંચ્યા હતા અને પરિવારજનો લિખિત પત્ર સોંપ્યો હતો.

આ પત્રમાં હસ્તાક્ષર કરનારી વ્યક્તિઓમાં પૂર્વ સાંસદ અને શરત ચંદ્ર બોઝના પુત્ર સુબ્રતો બોઝ, રોમા રોય અને નેતાજીના પરિવારના કુલ 24 સભ્યો સામિલ છે.

English summary
Why Subhas Chandra Bose descendants meet Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X