For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેના વકીલે જણાવ્યુ, આખરે કેમ 2/3 બહુમતથી બળવાખોર ધારાસભ્યોનો મેળ નહિ પડે

એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે. જાણો છેવટે કેમ 2/3 બહુમતથી બળવાખોર ધારાસભ્યોનો મેળ નહિ પડે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારમાં શરૂ થયેલા વિદ્રોહમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે. શિવસેનાએ જે રીતે 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે પત્ર લખ્યો છે તેની સામે એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. રિપોર્ટ મુજબ શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે છે પરંતુ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરેના વકીલ દલીલ કરી શકે છે કે આ સંખ્યાથી કોઈ ફરક નથી પડતો.

શું છે નિયમ

શું છે નિયમ

વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે કહ્યુ કે મીડિયામાં એવી વાતો આવી રહી છે કે શિવસેનાના ધારાસભ્યોને બે તૃતીયાંશ બહુમતી પછી ગેરલાયક ઠેરવી શકાય નહિ. તમે કોઈપણ બંધારણીય વકીલને પૂછશો તો તે કહેશે કે આ સંપૂર્ણપણે ખોટુ છે. જ્યારે પક્ષ બીજા જૂથ સાથે ભળી જાય ત્યારે જ બે તૃતીયાંશનો નિયમ લાગુ પડે છે. શિવસેનાના 16 ધારાસભ્યો સામે ગેરલાયક ઠરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગે ઘણા નિર્ણયો આવ્યા છે, ઘણા ચુકાદાઓ છે આને લઈને, ધારાસભ્યોના સંસદની બહારના પગલા પર સુપ્રીમ કોર્ટ પહેલા પણ ઘણા ચુકાદા આપી ચૂકી છે કે જો ધારાસભ્ય પાર્ટી વિરોધી ગતિવિધિ કરે તો તેને અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે.

શરદ યાદવુ ઉદાહરણ

શરદ યાદવુ ઉદાહરણ

કામતે કહ્યુ કે જનતા દળ યુનાઈટેડના નેતા શરદ યાદવને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. તેનુ કારણ હતુ કે તેમણે પાર્ટી અધ્યક્ષ નીતિશ કુમારના વિરોધી લાલુ પ્રસાદ યાદવની રેલીમાં ભાગ લીધો હતો. ભાજપ શાસિત રાજ્યમાં જવુ, ભાજપના નેતાઓને મળવુ, સરકારને ઉથલાવવાની કોશિશ કરવી, સરકાર વિરુદ્ધ પત્ર લખવો, આ બધી પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ છે જે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો કરી રહ્યા છે. અમે આ અરજી સ્પીકર સમક્ષ મૂકી છે.

ડેપ્યુટી સ્પીકર પાસે છે અધિકાર

ડેપ્યુટી સ્પીકર પાસે છે અધિકાર

ધારાસભ્યોનુ કહેવુ છે કે ડેપ્યુટી સ્પીકરને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર નથી પરંતુ કામતનુ કહેવુ છે કે આ સંપૂર્ણપણે ખોટુ છે. સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર પાસે તેcની તમામ સત્તા હોય છે. અમે અપીલ કરીશુ કે આ તમામ 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે અને ફરીથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવે. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની છાવણી વચ્ચે શરૂ થયેલો આ વિવાદ સતત ચાલુ છે અને બંને પક્ષો તરફથી નિવેદનબાજી ચાલી રહી છે. શિવસેના વતી સંજય રાઉતે કમાન સંભાળી લીધી છે. જ્યારે એકનાથ શિંદે તેમના નિવેદન પર પલટવાર કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો એકનાથ શિંદે સાથે રહેલા 20 ધારાસભ્યો મુખ્યમંત્રી ઠાકરેના સંપર્કમાં છે.

English summary
Why two third majority of Shiv Sena rebel MLA will not help them, Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X