ફૂડ બિલ લાવવામાં સરકારે શા માટે ઉતાવળ કરીઃ જેટલી

જેટલીએ કહ્યું કે, ફૂડ સિક્યોરિટી હેઠળ કેન્દ્ર માત્ર લોકોને અનાજ આપશે, જ્યારે અનેક રાજ્યોમાં લોકોને અનાજની સાથોસાથ દાળ, ખાંડ અને મીઠું પણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં જે રાજ્યો ગરીબોને ભોજન આપવાના મામલે સારું કરી રહ્યાં છે, તેમની યોજના ચાલું રહેશે કે બંધ થઇ જશે. સરકાર આ બિલને લાવવામાં આટલી બધી ઉતાવળ શા માટે કરી રહી હતી.
નોંધનીય છે કે, ફૂડ સિક્યોરિટી બિલ લોકસભામાં પારિત થઇ ગયું છે. આજે રાજ્યસભામાં ચર્ચા થઇ રહી છે. બીજી તરફ ફૂડ સિક્યોરિટી બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં હંગામો થવાના કારણે રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
