For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું સમલૈંગિક અમેરિકી રાજદૂતોની ધરપકડ કરશે ભારત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[ઇશ્વર આશીષ] ભારતની રાજદૂત દેવાયાની ખોબ્રાગાડેની સાથે થયેલા ગેરવર્તણૂક બાદ ભારતે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અમેરિકા સાથે 'બિન શરતી માફી માંગવાનું કહ્યું છે, તો બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે ભારતે અમેરિકી સમલૈંગિક રાજદૂતોની ધરપકડ કરી લેવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આપેલા એક ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિકને ગેરકાનૂની ગણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે દેશોના રાજનાયિક સંબંધ વિયના કંવેંશન ફોર ડિપ્લોમેટ અને વિનયા કંવેંશન ગોર કોઉન્સિલર રિલેશન અંતગર્ત આવે છે. જેમાં જોગવાઇ છે કે જો એક દેશ કોઇ બીજા દેશના રાજદૂત વિરૂદ્ધ કાર્યવાહી કરે છે તો બીજો દેશ પોતાના કાયદા અંતગર્ત તે જ દેશના રાજદૂત વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે વોશિંગ્ટન પર ફક્ત કડક કાર્યવાહીની અસર થાય છે. જે દસ વર્ષ પહેલાં અમેરિકાએ ભારતીય રાજદૂતને ટેક્સમાં આપવામાં છૂટને પરત લઇ લીધી, ત્યારબાદ ભારત સરકારે પણ અમેરિકી રાજદૂતોને ટેક્સમાં આપેલી છૂટ પરત લઇ લીધી.

devyani-khobragade

અમેરિકી દૂતાવાસે જ્યારે આ મુદ્દે અરજી દાખલ કરી તો ભારતે જવાબ આપ્યો કે અમેરિકી રાજદૂતોને પણ ટેક્સનો લાભ મળી શકે છે જો ભારતીય રાજદૂતોને અમેરિકામાં લાભ આપવામાં આવે. ત્યારબાદ વોશિંગ્ટને નરમ વલણ અપનાવ્યું. અધિકારીઓનું કહેવું છે કે ભારતને આકરી પ્રતિક્રિયા આપવી જોઇએ.

ન્યૂયોર્કમાં ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રાગાડેને અમેરિકા વીઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી, તેમને હાથકડી લગાવવામાં આવી અને તેમની તલાશી લેવામાં આવી. જેને લઇને ભારતીય રાજનેતામાં રોષ છે. ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના બાદ અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરવાની મનાઇ કરી દિધી, તો બીજી તરફ ભાજપના નેતા યશવંત સિંહાએ પણ અમેરિકાના વલણ પર આકરી આપત્તિ વ્યક્ત કરી હતી.

English summary
Will the government of India take action against homosexual US diplomats? Many people say that India should react according to its law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X