સુષમા સ્વરાજની સામે ચૂંટણી લડવા માટે તૈયાર: દિગ્વિજય સિંહ
ભોપાલ, 22 ઑગસ્ટ: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે આજે અત્રે જણાવ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજની સામે ચૂંટણી લડવા તૈયાર છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે તેઓ લોકસભાની ચૂંટણી મધ્યપ્રદેશના વિદિશામાંથી લડવા માટે તૈયાર છે.
સિંહે આજે અત્રે પત્રકારો સાથે ચક્ચા કરતા તેમણે જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણી તેઓ મધ્યપ્રદેશથી લડવા માટે તૈયાર છે, પરંતુ પોતાના જુના સંસદીય વિસ્તાર રાજગઢથી કોઇપણ હાલતમાં ચૂંટણી નહીં લડે કારણ કે તેઓ વર્તમાન સાંસદના વિસ્તારને અડવા નથી માંગતા.
તેમણે જણાવ્યું કે જો કોંગ્રેસ હાઇકમાન્ડ તેમને વિદિશાથી ચૂંટણી લડવાની અનુમતિ અને તક આપે છે તો તેઓ ચોક્કસ સુષમા સ્વરાજની વિરુદ્ધ ચૂંટણી યુદ્ધ લડવા માટે તૈયાર છે.

તેમણે જણાવ્યું કે સુષમા સ્વરાજ જ્યાં જ્યાં ગઇ છે, ત્યાં ત્યાં તેમણે ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહિત કરે છે. તેમણે જણાવ્યું કે સુષમાએ બેલ્લારીથી ચૂંટણી લડી અને કર્ણાટકમાં ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહિત કર્યું અને જ્યારે તેઓ મધ્યપ્રદેશમાં આવી તો અહીં પણ એ જ હાલ કર્યા.












Click it and Unblock the Notifications
