UIDના નંદન નિલેકાણી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડશે?
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર : યુનિક આઈડેન્ટિફિકેશન પ્રોજેક્ટના બોસ નંદન નિલેકાણી આવતા વર્ષે પાર્લામેન્ટમાં જોવા મળી શકે છે. ઇન્ફોસિસના એક્સ કો-ચેરમેન નિલેકાણી 2014ના જનરલ ઇલેક્શનમાં કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. ટિકિટ માટે કોંગ્રેસ લીડરશિપની સાથે તેમની વાતચીત એડ્વાન્સ સ્ટેજમાં છે. સૂત્રોએ એ વાતને સાચી ગણાવી છે કે તેઓ કર્ણાટક બેઠકમાંથી ચૂંટણી લડી શકે છે.
નંદન નિલકણીએ આ વાતને સાચી ગણાવી છે. તેમણે ફ્યૂચર પ્લાન અંગેની વાતચીતમાં એક ન્યૂઝપેપરને જણાવ્યું કે હજુ અંતિમ નિર્ણય થઈ શક્યો નથી, પરંતુ આ સમય નિર્ણય લેવાનો છે. આ સમય મેઇન સ્ટ્રીમમાં આવવાનો અને જનહિતમાં વ્યાપક બદલાવ લાવનાર વ્યક્તિ બનવાનો છે.

કોંગ્રેસની સિનિયર લીડરશિપે જણાવ્યું કે નિલેકાણી અને પાર્ટી નેતૃત્વનું માનવું છે કે, યુઆઈડીના બોસ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે. એક સિનિયર લીડરે જણાવ્યું કે ચૂંટણીમાં જીતીને તેમને ટેકનોક્રેટ-પોલિટિશિયન તરીકે ઉત્કૃષ્ટ કામ કરવા માટે વધુ અધિકાર મળશે. કોંગ્રેસના સિનિયર લીડરે એમ પણ કહ્યું કે તેમને રાજ્યસભામાં મોકલવાની શક્યતાઓમાંથી ઇનકાર કરાયો નથી. તેમણે કહ્યું કે અંતિમ નિર્ણય નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ લેવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણી બાદ અમે પાર્ટીના ઉમેદવારની પસંદગી પ્રક્રિયાને લઈને ગંભીર બનીશું. કર્ણાટકના કોંગ્રેસી લીડરોમાં તેમને લઇ ઘણો ઉત્સાહ છે. તેઓ કહી રહ્યા છે આ ડેવલપમેન્ટ અંગે જાણ થઈ છે. રાજ્યના એક કોંગ્રેસી નેતાએ જણાવ્યું કે, જો નિલેકાણી સાઉથ બેંગલોરમાંથી લડવા ઇચ્છશે તો તેમના માટે જગ્યા થઈ જશે. આ ચૂંટણી ક્ષેત્રમાં અપરક્લાસ પ્રોફેશનલ્સનો દબદબો છે. નિલકણીનું ઘર પોશ કોરામંગલ એરિયામાં છે, જે બેંગલુરુ સાઉથ ચૂંટણી ક્ષેત્રનો હિસ્સો છે. આ સીટ હાલમાં ભાજપના અનંતકુમાર પાસે છે.
નારાયણ મૂર્તિએ જૂનમાં ઈન્ફોસિસની કમાન પોતાના હાથમાં લીધા બાદ નિલકણીને ઇન્ફોસિસમાં પાછા ફરવાની રિકવેસ્ટ કરી હતી જેને નિલેકાણીએ ઠુકરાવી દીધી હતી. નહેરુ-ગાંધી પરિવારના નજીક મનાતા નિલેકાણીને 2009માં યુપીએની જીત બાદ રાહુલ ગાંધી એડ્મિનિસ્ટ્રેશનમાં લાવ્યા હતા. વડા પ્રધાન મનમોહનસિંહે તેમને કેબિનેટ રેન્કની એપોઈન્ટમેન્ટ આપી અને યુઆઈડી પ્રોજેક્ટની જવાબદારી સોંપી.












Click it and Unblock the Notifications
