યુપીમાં ભાજપ હારશે તો મોદી PM નહી બની શકે: મુલાયમ

લખનઉ, 1 એપ્રિલ: સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે સોમવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હારી જશે તો નરેન્દ્ર મોદી ક્યારેય વડાપ્રધાન નહી બની શકે. લખનઉ સ્થિત પાર્ટી મુખ્યાલયમાં સુન્ની ઉલેમા કાઉન્સિલના નેતાઓ સાથે વાતચીત દરમિયાન અહીં મુલાયમ સિંહે કહ્યું હતું કે ભાજપ ઉત્તર પ્રદેશમાં હારી જશે તો નરેન્દ્ર મોદી ક્યારેય વડાપ્રધાન નહી બની શકે.

સપા પ્રમુખે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને પડકાર છે પરંતુ સપાના રહેતાં ભાજપ ક્યારેય સફળ થઇ શકશે નહી. સપા જ ભાજપને પરાસ્ત કરશે. ભાજપ અને કોંગ્રેસને બહુમત નહી મળે.

mulayam-modi

તેમને મુસલમાનોને ચેતવ્યા હતા કે ભાજપ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)નો સંબંધ અતૂટ છે અને કોંગ્રેસની ભૂમિકા શંકાસ્પદ છે. મુલાયમ સિંહ યાદવે યાદ અપાવ્યું હતું કે ભારતની આઝાદીની લડાઇથી માંડીને આઝાદ ભારતના નિર્માણમાં મુસલમાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સેનાથી માંડીને મિસાઇલ સુધી મુસલમાનોની દેન છે. ખેડૂતો અને મુસલમાનોના દેશના વિકાસમાં 80 ટકા યોગદાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X